31.6 C
Gujarat
Friday, September 11, 2026
Home ગુજરાત ક્ષત્રિય સમાજની દિકરી ઉર્વશી પગીએ અમદાવાદ ખાતે યોજાયેલી રમતગમત સ્પર્ધામાં સિલ્વર મેડલ...

ક્ષત્રિય સમાજની દિકરી ઉર્વશી પગીએ અમદાવાદ ખાતે યોજાયેલી રમતગમત સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો

0

શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાની સુરેલી ગામની દીકરીએ સમગ્ર પંચમહાલ જીલ્લાનુ ગૌરવ વધાર્યુ છે.પગી ઉર્વશીબેન ફતેસિંહ જે ગોધરા ખાતે આવેલી સેન્ટ આર્નોલ્ડ હાઈસ્કૂલ અંગ્રેજી માધ્યમ ગોધરામાં ધોરણ ૪ માં અભ્યાસ કરે છે. અમદાવાદ સ્થિત મણિનગર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ અમદાવાદ ખાતે વિશ્વ ઉમિયાધામ-અમદાવાદ યુવા સંગઠન દ્વારા અંડર 11-14-17 ભાઈઓ બહેનોની ઓપન ગુજરાત રાત્રી એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી,જેમા વિવિધ પ્રકારની રમતો નું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમા ગુજરાતભરની વિવિધ શાળાઓના વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.જેમા ઉર્વશીબેન પગીએ પણ આ રમતોત્સવમાં ભાગ લીઘો હતો.જેમા ઉર્વશીબેન પગીએ પી.ટી.શિક્ષક શ્રીમતી રાજ નિરાલીબેનના માર્ગદર્શન હેઠળ આ રમતોત્સવમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ હતુ. અને તેમા સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. અને શાળા તેમજ જીલ્લા અને ક્ષત્રિય સમાજનું પણ ગૌરવ વધાર્યુ હતુ.અને અભિનંદન પણ આપવામા આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!