38 C
Gujarat
Sunday, July 12, 2026
Home Uncategorized તુ છુપી હૈ કહા… શાહિસ્તા , જરા આહિસ્તા આહિસ્તા

તુ છુપી હૈ કહા… શાહિસ્તા , જરા આહિસ્તા આહિસ્તા

0
1645

 

લેખક-મહેન્દ્ર બગડા

આઈપીએલને ટક્કર મારી રહેલ યુપીએલ-1 તો અતિક અને તેના ભાઈ અશરફના મૃત્યુ સાથે ખતમ થઈ ગયુ છે પરંતુ યુ પીએલ પાર્ટ ટુ માટે શાહિસ્તાએએ ટીવી દર્શકોમાં કૌતુક જગાવ્યુ છે. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની બાહોશ પોલિસ ફોર્સ એક મહિલાને પકડી શકતા નથી.

હુ દાવા સાથે કહું કે જો ગુજરાતની ઝાંબાજ પોલિસને શાહિસ્તાનો કેસ સોંપવામાં આવે તો ચપટી વગાડતા શાહિસ્તાને પકડી લે. કારણ કે ગુજરાત પોલિસ દરિયાની મધ્યથી કરોડોનું ડ્રગ હોય કે લકઝરી બસ કે ટ્રેનના ડબ્બામાં કપડાના થેલામાં સંતાડેલુ મેકડોવેલનુ ક્વોર્ટર પણ જો ઝીણવટ સાથે ઝડપી પાડતુ હોય તો શાહિસ્તાને તો પકડવુ ખુબ આસાન છે.
ખેર, શાહિસ્તા પકડાતી નથી તે સાથે તેણે જે કારનામાઓ ક્યારેય વિચાર્યા નહી હોય તેવા કારનામાઓ તેના નામે રોજ સાંજ પડતા ટીવીના પડદે ચડી જાય છે.

હાલ શાહિસ્તાને દેશની નબંર વન લેડી ડોનનો ખિતાબ મળી ચુક્યો છે. આગળ જતા વધુ કેટલા વિશેષણ મળશે તેતો ભગવાન જાણે. પરંતુ શાહિસ્તાને પણ અભિનંદન તો આપવા જ પડે હો, આટ આટજલી પોલિસ, સીઆરએફ, એટીએસ વગેરે આકાશ પાતળ એક કરવા છતા આ ખાતુન પકડાતા નથી.

આકાશ પાતાળ શબ્દ લખવા પાછળ તર્ક એ છે કે ડ્રોનથી નીગરાની રાખવામાં આવી રહી છે, જમીનની અંદર ભુગર્ભ ટનલો માં લેડી પોલિસ તપાસ કરી રહી છે. છતા પણ આ બહેન પકડાતા નથી.

જો કે તેમના પર પણ આકાશ તુટી પડ્યુ છે, જુવાનજોધ દિકરો એન્કાઉન્ટરમાં માર્યો ગયો, પતીદેવ અને દેવર શુટઆઉટમાં ખતમ થઈ ગયા. એક મહીલા માટે આનાથી મોટુ દુખ શું હોઈ શકે પરંતુ છતા પણ શાહિસ્તા હજુ સરેન્ડર થવાના બદલે ભાગી રહી છે. ગજબની મહિલા ગણાય હો.

દોસ્તોએવસ્કીની પ્રસિધ્ધ નોવેલના ટાઈટલ  પ્રમાણે ક્રાઈમ ક્યારે છુપુ રહેતુ નથી કે ક્રાઈમ કરવાવાળા ક્યારે શાંતીથી જીવી કે મરી શકતા નથી તે આ કિસ્સાથી સાબિત થઈ રહ્યું છે.

શાહિસ્તા પરવિન ઉત્તર પ્રદેશ પોલિસના પગે પાણી ઉતારી રહી છે. આ લખાઈ રહ્યું છે ત્યા સુધી હજુ સુધી શાહિસ્તા પરવિનનો કોઈ પત્તો મળ્યો નથી. પોલિસને હજુ તો શાહિસ્તા પછી મુખ્તાર અંસારીની બેગમને પણ પકડવાની છે. ઉત્તર પ્રદેશ પોલિસ તમામ કામગીરી પડતી મુકી હાલ તો જાણે આ બે મહિલાઓને શોધવામાં જ લાગી હોય તેવુ લાગી રહ્યું છે.

બે હજાર ચોવિસ સુધી અતિકનુ ભુત ધુણતુ રહેશે તેવા હાલના સંજોગોમાં લાગી રહ્યું છે કારણ કે વિપક્ષ અને સત્તા પક્ષ બંને અતિકકાંડમાં પોત પોતાની વોટબેંકનો ફાયદો નુકસાન જોઈ રહ્યો છે.

શાહિસ્તા પરવિન અને અતિક પર હજુ સુધી કોઈ બોલિવુડના પ્રોડ્યુસરે ફિલ્મ બનાવવાની જાહેરાત નથી કરી તે પણ એક આશ્ચર્યજનક બીના છે. કોઈ પણ નાની મોટી ધટના પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી પ્રસિધ્ધી પામનાર હજુ કોઈ પ્રોડ્યુસર સામે નથી આવ્યો તે નવાઈ કહેવાય.

ગુડ્ડુ મુસ્લીમ આખી ઘટનામાં ભુલાઈ ગયો તો તેને પણ યાદ કરી લઈએ. બોમ્બબાઝના નામથી પ્રસિધ્ધ ગુડ્ડુ મુસ્લીમની બોંબ ફેંકવાની સ્ટાઈલ અજબ છે. જાણે કે હવેલીમાં ધુળેટી ઉત્સવમાં ગુલાબી સુગંધી રંગ ઉડાડતો એવી સહજતાથી તે લોકો પર બોંબ ફેંકી રહ્યો છે. એ પકડાશે કે એન્કાઉન્ટરમાં ઠાર મરાશે તેના પર બુકીઓ દાવ લગાવી શકે તેવી થ્રીલીંગ અનુભવાઈ રહી છે.

કોઈ બુકીએ હજુ સુધી આના ભાવ કાઢ્યા નથી તે પણ નવાઈ અથવા તો બુકીઓની ઉદાસીનતા ગણી શકાય.

નોંધ- લેખક પ્રસિધ્ધ ટીવી જર્નાલીસ્ટ અને ટીવી પર પ્રસારીત થતા લોકપ્રિય શો ભાઈ ભાઈના એન્કર છે. પ્રતિભાવ માટે વોટ્સઅપ નંબર-9909941536

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!