38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત પોલીસ ગ્રેડ પે : આંદોલનકારી નીલમ મકવાણાએ કહ્યું….મારે રાણા સાહેબનો લાફો ખાવા...

પોલીસ ગ્રેડ પે : આંદોલનકારી નીલમ મકવાણાએ કહ્યું….મારે રાણા સાહેબનો લાફો ખાવા નથી આવવાનું હો સાહેબ…!!

0
925
 પોલીસ કર્મચારીઓ ગ્રેડ પે મામલે સૌપ્રથમ ડીઝીટલ આંદોલન પછી રાજ્યમાં પોલીસકર્મીઓએ આંદોલન કરવાની સાથે રેલી યોજી હતી પોલીસકર્મીઓને ગ્રેડ પેની માંગની બગડોર સાંભળનાર પોલીસકર્મીઓની જીલ્લાફેર બદલીઓ કરી દીધી હતી પોલીસકર્મીઓના પગાર માટે લડત લડનાર નીલમ મકવાણાની પણ બદલી કરવામાં આવી હતી ગ્રેડ પે મામલે સરકારે કમિટી બનાવ્યા પછી પણ કોઈ નક્કર નિર્ણય નહિ આવતા કોન્સ્ટેબલ નીલમ મકવાણા ૭ જાન્યુઆરીએ ધરણા પર બેસવા જતા અટકયાત કરી લેવામાં આવી હતી ત્યારે નિલમ મકવાણાએ Dy.SP પર લાફો મારવાનો આક્ષેપ પણ કર્યો. શહીદ દિવસ નિમિત્તે હાથમાં ભગતસિંહનો ફોટો લઇને શાંતિપૂર્ણ રીતે ગ્રેડ પે ને લઇને માંગ કરવામાં આવી હતી.
     ફરીથી નીલમ મકવાણા ગાંધીનગર અખબાર ભવન પાસે આમરણાંત ઉપવાસ માટે પહોંચતા મહિલા પોલીસ અધિકારી સહીત કર્મીઓએ અટકયાત કરવાનો પ્રયત્ન કરતા સતત એવું કહી રહ્યા હતા કે મારે રાણા સાહેબનો લાફો ફરીથી નથી ખાવો અટકાયત કરવા પહોંચેલા પોલીસકર્મીઓને પણ તમારે ગ્રેડ પે નથી જોઈતો સવાલ કરતા પોલીસકર્મી મહિલાઓ પણ થોડો સમય ઉભા રહી ગયા હતા જોકે તેમની અટકાયત કરી લેવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.
જુઓ શાંતિપૂર્ણ ધરણાનો વીડિયો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈ કરો…

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!