38 C
Ahmedabad
Sunday, May 12, 2024

અરવલ્લી SOG પીએસઆઇ સી.એફ.રાઠોડે ગેસ્ટ હાઉસમાં ગેરકાયદેસર કુટણખાનું ચલાવતા સંચાલકો સામે લાલ આંખ કરી


હોટલ મયુર પેલેસ ગેસ્ટહાઉસમાં ફક્ત 500 રૂપિયામાં દેહવેપાર ધમધમતા ક્વોરી અને કારખાનામાં કામકાજ કરતા અનેક શ્રમિકો મજા માણતા હતા
મોડાસા શહેર સહીત જીલ્લાના મોટાભાગના ગેસ્ટહાઉસ અને હોટેલમાં બહારથી રૂપલલનાઓ બોલાવી ધમધમતો દેહવેપાર

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ ટીમને જીલ્લામાં આવેલ ગેસ્ટ હાઉસ અને મસાજ પાર્લરમાં ચાલતા ગેરકાયદેસર દેહવેપારના વેપલાના ચક્રવ્યૂહ ને ભેદવા કમરકસી છે ધનસુરા તાલુકાના વડાગામના સાલીન કોમ્પ્લેક્ષમાં આવેલ હોટલ મયુર પેલેસ ગેસ્ટહાઉસમાં એસઓજી ટીમે ત્રાટકી રૂમમાં રૂપલલના સાથે રંગરેલિયા મનાવતા બે શખ્સો અને ગેસ્ટ હાઉસનુ સંચાલન કરતા બે શખ્સોની ધરપકડ કરવામાં આવતા અન્ય ગેસ્ટહાઉસમાં ચાલતા ગોરખધંધા ટપોટપ શટર પડી ગયા હતા ગેસ્ટ હાઉસના સંચાલકો ગ્રાહક પાસેથી 500 ખંખેરી રૂપલલનાને 300 રૂપિયા અને રૂમના 200 રૂપિયા તેમની પાસે રાખતા હતા

Advertisement

અરવલ્લી એસઓજી પીએસઆઈ સી.એફ.રાઠોડ અને તેમની ટીમને વડાગામમાં સાલીન કોમ્પ્લેક્ષમાં આવેલ હોટલ મયુર પેલેસ ગેસ્ટ હાઉસમાં બહારથી રૂપલલના લાવી દેહવેપાર ધમધમતો હોવાની બાતમી મળતા એસઓજી ટીમે ગેસ્ટ હાઉસમાં ત્રાટકી રૂમો ચેક કરતા બે રૂમની અંદર રૂપલલના સાથે રંગરેલિયા મનાવતા બે શખ્સોને ઝડપી લેતા બંને આરોપીઓની મજા ઠૂસ થઇ ગઈ હતી ગેસ્ટ હાઉસમાં મહિલાનું શોષણ કરી ગેરકાયદેસર રીતે ચાલતી પ્રવૃતિનો પર્દાફાશ થતા એસઓજી પોલીસે ગેસ્ટ હાઉસમાં ગેરકાયદેસર દેહવેપારનો વેપલો કરતા બે સંચાલકોને દબોચી લીધા હતા રૂપલલના સાથે ગેસ્ટ હાઉસમાં રંગરેલિયા મનાવતા ઇન્દ્ર ઓમપ્રકાશ પવાર અને કશ્મીર ચીમનલાલ ઓડ (બંને,રહે.તાજપુર, મહાદેવ ટાયર પંચરની દુકાનમાં, તલોદ-સાબરકાંઠા) અને ગેસ્ટ હાઉસ સંચાલક કમલેશ શંકરલાલ વણજારા તેમજ કિશનલાલ ભગવાનલાલ ગાડરી (બંને,રહે.હોટલ મયુર પેલેસ ગેસ્ટહાઉસ)ની ધરપકડ કરી હોટલ માલિક ધર્મેન્દ્રસિંહ રાવ (રહે,ડુંગરપુર-રાજસ્થાન) સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!