29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : મોડાસાના ઈન્દીરાનગર કોલોની રોડ પર જાહેરમાં ખુલ્લેઆમ વરલી-મટકાનો જુગાર રમાડતો...

અરવલ્લી : મોડાસાના ઈન્દીરાનગર કોલોની રોડ પર જાહેરમાં ખુલ્લેઆમ વરલી-મટકાનો જુગાર રમાડતો SOG પોલીસે દબોચી લીધો

0
126

 

અરવલ્લી એસઓજી પોલીસે જીલ્લામાં ચાલતી અનૈતિક અને અસામાજીક પ્રવૃતિઓ સાથે સંકળાયેલ શખ્સોને ઝડપી પાડવા સતત દોડાદોડી કરી રહી છે એસઓજી પોલીસે મોડાસા શહેરના ઇન્દિરાનગર કોલોની જવાના રસ્તા પર વરલી-મટકાના હારજીતના આંકડા લખતા પંટરને રૂ.5830/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

અરવલ્લી એસઓજી ઇન્ચાર્જ પીઆઈ સી.એફ.રાઠોડ અને તેમની ટીમે મોડાસા શહેરમાં પેટ્રોલિંગ હાથધરતા ઇન્દિરાનગરમાં રહેતો મહંમદ રફીક કૈયુમમિયા શેખ પહાડપુર રોડ પર ઇન્દિરા નગર કોલોની તરફ જતા રસ્તા પર જાહેરમાં વરલી-મટકાનો જુગારના આંકડા લખતો હોવાની બાતમી મળતા પોલીસ તાબડતોડ ત્રાટકી મહંમદ રફીક શેખને કોર્ડન કરી દબોચી લઇ તેની પાસેથી રૂ.3330/- અને મોબાઇલ મળી રૂ.5830/- નો મુદ્દામાલ અને વરલી-મટકાના આંકડા લખવાનું સાહિત્ય કબજે કરી જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!