33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અનોખા લગ્ન : 70 વર્ષની ઉંમર વટાવી ગયેલા દાદા-દાદીના લગ્નમાં ખુદ 10...

અનોખા લગ્ન : 70 વર્ષની ઉંમર વટાવી ગયેલા દાદા-દાદીના લગ્નમાં ખુદ 10 દીકરા અને 50 પૌત્ર પૌત્રીઓ મન મૂકી નાચ્યા

0
244

સાબરકાંઠા જિલ્લામાં આજે એક અનોખા લગ્ન યોજાયા હતા જેમાં 70 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા દાદા-દાદીના ધામધૂમથી લગ્ન થયા હતા અને આ લગ્નમાં તેમના 10 દીકરા અને 50 પૌત્ર પૌત્રીઓ મન મૂકીને નાચ્યા હતા

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના નાડા ગામે આદિવાસી સમાજના રીત રિવાજ મુજબ એક અનોખા લગ્ન યોજાયા હતા ….જેમાં 70 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા દાદા દાદીના ધામધૂમથી લગ્ન યોજાયા…. તો આ દાદા દાદીની ચોથી પેઢી લગ્નમાં ડીજેના તાલે ઝૂમી…..અને ખુશાલી વ્યક્ત કરી ….તો 70 વર્ષના દાદીને પીઠી પણ લગાવાઇ અને ખાટલે બેસાડી તેમને ફેરવવામાં આવ્યા….તો ફેરા ફરવા માટે દાદીમાં અશક્ત હોવાને લઈને પુત્રોએ માતાને તેડીને ફેરા ફરાવ્યા… આદિવાસી સમાજમાં લગ્નની ઉંમર સમય પૈસા ના હોય તો તે લોકો લગ્ન કરી શકતા નથી… પરંતુ આગેવાનોની સંમતિથી આ બંને પતિ પત્ની સાથે રહીને સંસાર માંડતા હોય છે…અને જ્યારે તે લોકો પાસે પૈસાની વ્યવસ્થા થાય ત્યારે તેટલી ઉંમરે તેઓ લગ્ન કરતા હોય છે ….. આ દાદા દાદી પાસે ચોથી પેઢીએ પૈસાની વ્યવસ્થા થઈ.. તો 70 વર્ષની ઉંમરે પૈસાની વ્યવસ્થા થતા તેમના ધામધૂમથી લગ્ન યોજાયા… અને આ લગ્નમાં આખું ગામ ઉમટ્યુ…. ડીજેના તાલે લોકો નાચ્યા અને વર કેસરાભાઇ ગમાર અને કન્યા મંગુબેન ગમાર 70 વર્ષની આયુ વટાવ્યા બાદ લગ્ન ગ્રંથિથી જોડાયા… તું દાદા દાદી ના લગ્નમાં દીકરા દીકરી તો ખરા પણ પૌત્રો એ પણ મન મૂકીને મજા માણી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!