27 C
Ahmedabad
Friday, May 3, 2024

અરવલ્લી : માતાનું મોત નીપજ્યું, દારૂડિયો પિતા રખડતો રહ્યો, ફુવાએ 4 દીકરીઓને તેના ઘરેથી તગેડી મૂકી, મોડાસાના સેવાકીય યુવાનો મદદે


મોડાસાના નિલેશ જોષી,કોર્પોરેટર અતુલ જોષી, આશિષ પટેલ નગરપાલિકા પ્રમુખ જલ્પા ભાવસાર અને અન્ય સેવાકીય કાર્યો કરતા યુવાનો
નિઃસહાય 4 દીકરીઓને ચિલ્ડ્રન્સ હોમ્સને સુપ્રત કરી
15 વર્ષીય મોટી દીકરીનો જબરજસ્ત જુસ્સો, યુવાનોને કહ્યું રૂમ ભાડે લઇ આપો ત્રણે નાની બહેનોને હું ઉછેરીશ, લાગણી સભર દ્રશ્યો સર્જાયા
મોડાસાના માલપુર રોડ પર નિઃસહાય હાલતમાં રહેલી 4 શ્રમિક બહેનોની મદદે પહોંચેલ યુવકોની સતર્કતાથી અનિચ્છનીય ઘટનાનો ભોગ બનતા બચી

મોડાસા શહેરના માલપુર રોડ પર માતાનું બે મહિના અગાઉ અવસાન થતાં અને દારૂના નશામાં રખડતા પિતાને પગલે ચાર દીકરીઓની અનાથ જેવી સ્થિતિનું નિર્માણ થતા ચારે દીકરીઓને તેના માલપુર ખાતે રહેતા ફોઈ લઇ ગયા હતા જો કે ફોઈનો પરિવાર પણ બે ટંકના રોટલા માંડ ભેગો કરી શકતો હોવાની સાથે રહેવા માટે ઘર ન હોવાથી ફુવાએ ચારે દીકરીઓને તગેડી મુકતા ચારે દીકરીઓ જેમ તેમ કરી મોડાસા શહેરના માલપુર રોડ પર પહોંચી એક કોમ્પ્લેક્ષ આગળ નિઃસહાય હાલતમાં બેસી રહી હોવાનું એક જાગૃત યુવકને ધ્યાને પડતા યુવકે શહેરના જીવદયા પ્રેમી યુવક નિલેશ જોષીનો સંપર્ક કરતા તાબડતોડ સ્થળ પર પહોંચી ચારે દીકરીઓને ચિલ્ડ્રન્સ હોમ ફોર ગર્લ્સને સોંપી દીધી હતી

Advertisement

Advertisement

મોડાસા શહેરમાં માલપુર રોડ પર ચાર દીકરીઓ નિઃસહાય હાલતમાં જોઈ એક યુવકે મોડાસાના સેવાકીય કાર્યો કરતા નિલેશભાઈ જોષીનો સંપર્ક કરતા સ્થાનિક કોર્પોરેટર અતુલ જોષી સાથે સ્થળ પર પહોંચ્યા હતા નગરપાલિકા પ્રમુખ જલ્પા ભાવસાર, કોર્પોરેટર આશિષ પટેલ અને અન્ય યુવકો પણ દીકરીઓની મદદે દોડી આવ્યા હતા નિલેશ ભાઈ જોષીએ ચારે બહેનો માંથી 15 વર્ષીય મોટી દીકરીને સાંત્વના આપી પૂછપરછ કરતા મોટી દીકરીની વાત સાંભળી ચોકી ઉઠ્યા હતા માતાનું મોત થયા બાદ નશાની હાલતમાં ભટકતા પિતા અને ફોઈએ આશરો આપ્યા પછી ગરીબી અને ઘરના અભાવે ફુવાએ પણ તગેડી મુકતા મોડાસા આવ્યા હોવાનું જણાવતા ઘટનાની ગંભીરતા સમજી તાત્કાલીક ચારે દીકરીઓ કોઈ અનિચ્છનીય ઘટનાનો ભોગ ન બને તે માટે 181 અભયમ હેલ્પ લાઈન અને ચિલ્ડ્રન્સ હોમ ફોર ગર્લ્સનો સંપર્ક કરતા બંને સ્થળે પહોંચ્યા હતા અને ચારે દીકરીઓને ચિલ્ડ્રન્સ હોમ ફોર ગર્લ્સમાં રાખવામાં આવી હતી મોડાસા શહેરમાં નિઃસહાય હાલતમાં રહેલી ચાર ગરીબ બહેનોની મદદે યુવાનો પહોંચતા તેમની કામગીરીને બિરદાવી હતી

Advertisement

ચિલ્ડ્રન્સ હોમ ફોર ગર્લ્સના કર્મચારી સમીમ બેને ચારે દીકરીઓને આશ્રય આપી જણાવ્યું હતું કે ચારે દીકરીઓની સંપૂર્ણ સાર સંભાળ રાખવામાં આવશે અને દીકરીઓનો પરિવાર મળશે તો એમને સોંપી દઈશું અને પિતા રાખવા યોગ્ય નહીં જણાય તો ચારે દીકરીઓ 18 વર્ષની થાય ત્યાં સુધી ચાઈલ્ડ હોમ્સમાં રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!