27.4 C
Gujarat
Monday, September 14, 2026
Home ગુજરાત અરવલ્લીઃ જય અંબે મંદબુદ્ધિ મહિલા સેવા આશ્રમ બાયડને 290 મી સફળતા મળી

અરવલ્લીઃ જય અંબે મંદબુદ્ધિ મહિલા સેવા આશ્રમ બાયડને 290 મી સફળતા મળી

0

અરવલ્લી જીલ્લાના બાયડ ખાતે આવેલા જયઅંબે મંદબુદ્ધિ મહિલા સેવા સમાજ સંસ્થા અનેક નિરાધાર, ઘરથી વિખુટી પડી ગયેલ મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે.
જય અંબે આશ્રમ થકી માનસિક રીતે પડી ભાંગેલી મહિલાઓ ઘરથી વિખુટી પડી ગયેલી મહિલાઓ માટે એક આશીર્વાદરૂપ આશ્રય સ્થાન બની રહ્યું છે. જય અંબે મંદબુદ્ધિ મહિલા સેવા સમાજ બાયડની સેવાઓ થકી અનેક મહિલાઓને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામના શિલ્પાબેન બાબુજી ઠાકોર બે મહિના પહેલા પરિવારથી છૂટા પડી ગયા હતા.

04/03/2023 ના રોજ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા આશ્રમમાં લાવવામાં આવ્યાં હતાં. શિલ્પાબેન અને તેમના પરિવાર માટે જય અંબે આશ્રમ ખુશીનું કારણ બન્યો છે. તેમને પ્રેમ,હૂંફ, લાગણી તથા સેવા સાથી સ્ટાફગણની કાળજી દ્વારા પોતાના ઘરનું સરનામું બોલતાં આશ્રમ દ્વારા તેમના પરિવારનો સંપર્ક કરતા 21/04/2023 ના રોજ આશ્રમના સેવાસાથી નમ્રતાબેન,સુભાષભાઈ તેમના પરિવારને સોંપી આવ્યા હતા. આ પહેલા તેમના પરિવારે ઘણી બધી શોધખોળ કરી હતી ,પણ સફળતા મળેલ ન હતી. આ પ્રસંગે આશ્રમના પ્રમુખ અશોકભાઈ જૈન અને ટ્રસ્ટીગણે સેવાસાથી સ્ટાફગણના પ્રયત્નોને બિરદાવી આભાર માન્યો હતો .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!