35 C
Ahmedabad
Sunday, May 19, 2024

મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં રેડમાં ‘નીલ’ બતાવતા અને આખેઆખી ‘ડીશ’ ખાવામાં માહિર બે વહીવટદારોના દબદબાની ચર્ચા


અરવલ્લી જીલ્લામાં પોલીસતંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓની બુટલેગરો સાથેની ભાઈબંધી જગજાહેર છે જીલ્લાના માર્ગો પરથી મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી થતી હોવાથી સતત વિદેશી દારૂ ઝડપવાની ઘટનાઓ બનતી રહે છે પોલીસે ઝડપેલ દારૂમાંથી બરોબર સગેવગે કરવામાં આવતો હોવાની બૂમો પણ અનેક વાર ઉઠી છે અને કેટલાક પોલીસકર્મીઓ દારૂની લાઈનો પણ ચાલવતા હોવાની પોલીસબેડામાં ચર્ચા જામી છે.

Advertisement

અરવલ્લી જીલ્લાના પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા પીઆઇ અને પીએસઆઈ કરતા તેમના વહીવટદારોનો દબદબો અને રૂઆબ વધુ જોવા મળતો હોય છે ત્યારે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ત્રણ થી ચાર પોલીસકર્મીઓ વહીવટદારની ભૂમિકા ભજવી રહ્યા હોવાનું પોલીસબેડામાં ચર્ચાઈ રહ્યું છે જેમાં તપાસમાં વહીવટ કરી નીલ રિપોર્ટ બતાવવા મથામણ કરતા અને ભ્રષ્ટાચાર રૂપી આખેઆખી ડીશ ખાવા પંકાયેલા બે વહીવટદારો સામે રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ભારે છૂપો રોષ પ્રવર્તી રહ્યો છે જીલ્લા પોલીસવડા સંજય ખરાત મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પોલીસની કામગીરીનો વહીવટ કરી નાખી ખાખી વર્દીને દાગ લગાવતા વહીવટદારો સામે શખ્ત કાર્યવાહી કરે તેવી પ્રબળ માંગ ઉઠી છે છેલ્લા બે-ત્રણ દિવસોથી બુટલેગર પાસેથી પૈસા માંગતી કથિત ઓડિયો કલીપ વાયરલ થતા જીલ્લા પોલીસતંત્રની આબરૂની ધૂળ ધાણી થતા જીલ્લા પોલીસવડાએ સમગ્ર મામલે સીપીઆઈને તપાસ સોંપી છે.

Advertisement

રાજસ્થાનમાંથી વિવિધ વાહનો મારફતે દારૂની લાઈનો ઇસરી થી શણગાલ થઇ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના માર્ગો પરથી સાબરકાંઠા અને ગાંધીનગર જીલ્લામાં પગ કરી જતી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે થોડા મહિના અગાઉ મોડાસાના અગ્રણી વકીલ ગોરધનભાઈ વકીલે પણ પોલીસતંત્રમાં રજુઆત કરી હતી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂના વાહનો પસાર થવા દેવાની જવાબદારી વહીવટદારની ભૂમિકા ભજવનાર રેડમાં નીલ બતાવતા અને કોઈ પણ તપાસ કે ગેરકાયદેસર પ્રવૃર્તી રૂરલ પોલીસ ઝડપી પાડે તો પોલીસ સ્ટેશનના ચોપડે ચઢાવવાના બદલે ભ્રષ્ટાચાર રૂપી આખેઆખી ડીશ ખાઈ જનાર બંને પોલીસકર્મીઓ નિભાવી રહ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!