26.2 C
Gujarat
Monday, September 14, 2026
Home HeadLines અરવલ્લી : મોડાસાના હજીરામાં 7 દુકાનોના તાળા તૂટ્યા, ‘કર્તવ્ય’ નિભાવવા પોલિસ ઘટનાસ્થળે...

અરવલ્લી : મોડાસાના હજીરામાં 7 દુકાનોના તાળા તૂટ્યા, ‘કર્તવ્ય’ નિભાવવા પોલિસ ઘટનાસ્થળે દોડી

0

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ સાત દુકાનોમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. મોડાસાના હજીરા-ગણેશપુર વિસ્તારમાં આવેલા ફટાકડાની બે દુકાન, માર્બલ, સ્પેરપાર્ટ તેમજ ખાનગી ફાઈનાન્સ મળીને સાત જેટલી દુકાનોમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. મોટાભાગની દુકાનોમાં રોકડ રકમ ન હોવાથી તસ્કરોનો ફેરો માથે પડ્યો હોય તેવું લાગ્યું, પણ કેટલીક દુકાનોમાંથી માત્ર 70 રૂપિયા કે 250 રૂપિયા તસ્કરોને મળ્યા હતા,, તસ્કરો હવે આધુનિક બની ગયા હોય તેવા પુરાવા મળ્યા હતા. પોલીસના હાથે ઝડપાઈ ન જાય તે માટે તસ્કરોએ દુકાનમાં લાગેલા સીસીટીવીના ડીવીઆર પણ ઉઠાવીને લઈ ગયા હતા.

ચોરીની ઘટનાની જાણ થતાં મોડાસા ટાઉન પોલિસની બે ટીમ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. મોડાસા ટાઉન પીઆઈ એ દુકાનોની મુલાકાત લીધી હતી અને ફૂટ પ્રિન્ટ સહિતના પુરાવા એકત્રિત કર્યા હતા, જોકે તસ્કરો ક્યારે પોલિસના હાથે લાગશે, તે જોવું રહ્યું. મોડાસાના હજીરા વિસ્તારમાં એકસાથે સાત દુકાનોમાં ચોરીની ઘટના ઘટતા દુકાનદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!