30 C
Ahmedabad
Sunday, May 5, 2024

International Nurse Day: કપરી પરિસ્થિતિમાં પણ દર્દીઓની પડખે ઊભા રહીને સેવા કરતા સ્ટાફ નર્સ ‘સરોજ પંડ્યા’


ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એ સ્થાનિક લોકો માટે આશિર્વાદરૂપ બને છે, પણ જો કોઈ તબીબી પહેલા પ્રાથમિક ઉપચાર કરનાર વ્યક્તિ માત્ર ને માત્ર નર્સ હોય છે.  12 મે એટલે ઈંટરનેશનલ નર્સ ડે. અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તાર અને ભિલોડા તાલુકાના મુનઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં છેલ્લા પંદર વર્ષથી ફરજ બજાવતા સરોજબહેન પંડ્યા તેમાંના એક છે. તેમણે અત્યારસુધીમાં 1500 થી વધારે પ્રસુતી કરાવી છે અને તેપણ સફળ.

Advertisement

સરોજબહેન પંડ્યા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કેમ્પસમાં જ રહે છે, જેથી કોઈપણ સમયે સગર્ભા મહિલા આવે તો તેમને સારવાર આપી શકે. મૂળ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના વતની સરોજબહેન પંડ્યાની કહાની પણ હ્રદયસ્પર્શી છે, કુટુંબિક સમસ્યા હોવાછતાં તેમણે લોકોની સેવા કરવામાં ક્યારેય પાછા ફરીને જોયું નથી. જ્યારે પણ દર્દી આવે ત્યારે તેમની વાત સાંભળે છે અને ત્યારબાદ તેમની સારવાર કરે છે.

Advertisement

સરોજ પંડ્યા કહે છે કે, અંતરિયાળ વિસ્તારોમાં કેટલીકવાર દર્દીઓ ઉતાવળે આવતા હોય છે ત્યારે આવા સમયે તેઓને કેવી રીતે ટ્રીટ કરવા તે પણ તેઓ હવે સારી રીતે શીખી ગયા છે. ભિલોડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું મુનઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એ સાબરકાંઠા જિલ્લાની બોર્ડર પર આવેલું છે, એટલે બંન્ને જિલ્લાઓના દર્દીઓ અહીં આવતા હોય છે. તેઓ જણાવી રહ્યા છે કે, જ્યારે દર્દી જ્યારે આવે ત્યારે તેમનામાં પહેલા વિશ્વાસ કાયમ કરવો પડે કે, અહીં તેમને સારી સારવાર મળશે,, બસ આ જ કામ સરોજબેન પંડ્યાએ કરી અને આજે તેઓ સમગ્ર પંથકમાં તેમણે નામના મેળવી છે. કોરોનામાં તેઓ ખૂબ જ કપરી પરિસ્થિતમાં હતા અને 70 ટકા કોરોનાથી અફેક્ટેડ હતા, તેમ છતાં તેઓએ કોરોનાને માત આપી આજે પ્રસુતી કરાવી રહ્યા છે..

Advertisement

ગાયક બનવું હતું…. પણ…
સરોજ પંડ્યાનું સ્વપ્ન સિંગર બનવાનું હતું પણ પારિવારિક સમસ્યા હતી, એટલે લગ્ન પછી તેઓ નર્સ બની ગયા,, નર્સ બનવા માટે પણ તેઓએ ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો…જીવનમાં ઘણી જ તકલીફો વેઠીને સરોજબેન આજે લોકોની સેવા કરતા નજરે પડે છે,, અને તેમના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે…તેમનું એમ પણ કહેવું છે કે, પરિવારમાં તમામ લોકો આર્થિક રીતે સંપન્ન છે પણ તેઓ સ્વાભિમાનથી જીવવા માંગતા હતા એટલે કોઈની પણ મદદ વિના આજે તેઓ આ જગ્યાએ પહોંચ્યા છે.

Advertisement

મુનઈમાં વાહનની સુવિધાનો અભાવ
મુનઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અમુક વાર દર્દીને અન્ય જગ્યાએ લઈ જવા માટે અથવા તો લાવવા માટે  કે પછી દર્દીના ઘરે જવામાં ઘણી તકલીફ પડતી હોય છે, અહીં એક વાહન મુકવાની પણ જરૂરિયાત છે, પણ અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મુનઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને વાહન ક્યારે ફાળવાશે તે જોવું રહ્યું. આ સાથે જ નવીન મકાન અને સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવાની કામગીરી પણ કેટલાય સમયથી અટકેલી છે, આ ક્યારે થશે તે પણ જોવું રહ્યું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!