37 C
Ahmedabad
Tuesday, April 30, 2024

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મી શામળપુર નજીક બ્રિજ પર પડેલ ખાડાથી બચવા જતા ટ્રકે પાછળથી ટક્કર મારતા અકસ્માત 


અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 સિક્સલેનનું કામકાજ મંથર ગતિએ ચાલતું હોવાથી વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન બની રહ્યું છે

Advertisement

નેશનલ હાઇવે નં-8 પર ઠેર ઠેર પડેલ ખાડાઓનું સમારકામ કરવામાં આવેની લોકમાંગ પ્રબળ બની છે

Advertisement

 

Advertisement

અરવલ્લી જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી નજીક શામળપુર નજીક બ્રિજ પરથી કાર સાથે પસાર થતા રંગપુર ગામના પોલીસકર્મી બ્રિજ પર ખાડાથી બચવા જતા બ્રેક મારતા પાછળથી આવતી ટ્રકે કારને ટક્કર મારતા કારનો પાછળનો ભાગનો બુકડો બોલાઈ ગયો હતો સદનસીબે કાર માં સવાર પોલીસકર્મી અને તેના પરિવારનો આબાદ બચાવ થયો હતો અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા

Advertisement

અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે.નં-8નું સિક્સલેન નિર્માણ કાર્ય મંથર ગતિએ ચાલી રહ્યું હોવાથી અનેક વાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા અને રંગપુર ગામના મહીપાલસિંહ અનુપસિંહ જાડેજા વતનમાંથી આગ ઝરતી ગરમીથી રાહત મેળવવા પરિવાર સાથે કારમાં વોટરપાર્કમાં ફરવા નીકળ્યા હતા શામળાજી

Advertisement

નજીક શામળાપુર ગામના બ્રિજ પર પડેલા મસમોટો ખાડાથી બચવા કારને બ્રેક મારતા પાછળથી આવતા ટ્રક ચાલકે અકસ્માત ટાળવા બ્રેક મારવા છતાં ટ્રકે કારને પાછળથી ટક્કર મારતાં કારના પાછળના ભાગનો બુકડો બોલાઈ ગયો હતો કારમાં સવાર પોલીસકર્મી અને તેમના પરિવારને સામાન્ય ઈજાઓ પહોંચતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અકસ્માતના પગલે વાહન વ્યવહાર થંભી ગયો હતો અકસ્માત સ્થળે દોડી આવેલા સ્થાનિકોએ હાઇવે પર પડેલા ખાડાઓનું સમારકામ કરવામાં આવેની માંગ કરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!