38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : કર્ણાટકમાં કોંગ્રેસના ભવ્ય વિજયની મોડાસા-ભિલોડા સહીત જીલ્લામાં જશ્ન મનાવ્યો,ભવ્ય આતશબાજી...

અરવલ્લી : કર્ણાટકમાં કોંગ્રેસના ભવ્ય વિજયની મોડાસા-ભિલોડા સહીત જીલ્લામાં જશ્ન મનાવ્યો,ભવ્ય આતશબાજી અને મોં મીઠુ કરાવ્યું

0
549

કર્ણાટકનો ભવ્ય વિજય અરવલ્લી જીલ્લામાં મૃતપાય હાલતમાં રહેલી કોંગ્રસમાં જોશ ભરશે કે નહીં તે જોવું રહ્યું
ભાજપને બજરંગબલી ન ફળ્યા,કોંગ્રેસીઓએ બજરંગબલીનો જય જય જયકાર બોલાવ્યો
કમળ કરમાયું, કોંગ્રેસે ભાજપના વિજય રથને દક્ષિણમાં રોક્યો, કાર્યકરોએ ઝુમી ઉઠ્યા

કર્ણાટક રાજ્યમાં ભાજપના સુપડા સાફ થઈ ગયા છે ત્યારે કોંગ્રેસીઓએ કાર્યકર્તાઓને એક-બીજાનું મોં મીઠું કરાવી કર્ણાટકના વિજય રથને વધાવ્યો હતો.કર્ણાટક રાજ્યમાં વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળતા કોંગ્રેસી કાર્યકર્તાઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના હાર્દસમા ચાર રસ્તા પર જીલ્લા અને શહેર કોંગ્રેસના અગ્રણીઓ અને પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર સહીત કાર્યકરોએ આતશબાજી કરી જશ્ન મનાવ્યો હતો

અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ ધ્વારા ભિલોડા તાલુકા મથકના મઉં ચાર રસ્તા પર કર્ણાટક રાજ્યમાં કોંગ્રેસની ભવ્યાતિભવ્ય જીતનો જશ્ન મનાવ્યો, કાર્યકર્તાઓએ મિઠાઈ વહેંચી, ફટાકડાની આતશબાજી કરાઈ હતી.કોંગ્રેસ સમિતિના આગેવાનો રાજેન્દ્રભાઈ પારધી,બલભદ્રસિંહ ચંપાવત,વનરાજસિંહ રાઠોડ,ડિમ્પલબેન ગુર્જર, અનિલભાઈ હડુલા,કાંતિભાઈ ખરાડી,જયેશભાઈ ઠાકોર,સતિષભાઈ તબીયાર, કાલીચરણ હોથા,ચંદ્રપાલસિંહ ચંપાવત, હર્ષદભાઈ ત્રિવેદી,ભરતભાઈ ત્રિવેદી,સતિષભાઈ પટેલ,ધાર્મિકભાઈ ચૌધરી,કંદર્પભાઈ પટેલ,કરણભાઈ મારીવાડ,સતિષભાઈ શાહ,ચંદનભાઈ ગામેતી સહિત કોંગ્રેસી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!