કર્ણાટક ચૂંટણી પરિણામથી તમામ વિપક્ષી પાર્ટીઓ એક થઈ છે અને જાણે તેમનામાં નવો આત્મવિશ્વાસ આ જીતે ભરી દીધો હોય તેમ ગઈકાલથી લાગી રહ્યું છે ત્યારે ભાજપ સામે વિપક્ષ 2004માં શું કમાલ કરી શકે છે. આ ઉપરાંત ભાજપા પાર્ટી પર શું અસર પડશે તે હવે જોવું રહ્યું છે. જો કે, લોકસભામાં ભાજપની તૈયારી વધુ તેજ છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ભારતીય જનતા પાર્ટને ખરાબ હારનો સામનો કરવો પડ્યો છે. રાજ્યની સત્તા હવે કોંગ્રેસના હાથમાં ગઈ છે. આંકડાઓ પર નજર કરીએ તો કોંગ્રેસે ચૂંટણીમાં 135 બેઠકો જીતી હતી. 2018માં કોંગ્રેસને 80 બેઠકો મળી હતી. જ્યારે બીજેપી 104થી ઘટીને 66 સીટો પર આવી ગઈ છે. જેડીએસને પણ 18 બેઠકોનું નુકસાન થયું છે. જેડીએસના માત્ર 19 ઉમેદવારો જ ચૂંટણી જીતી શક્યા હતા.
કર્ણાટકમાં લોકસભાની કુલ 28 બેઠકો છે. 2019માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ આમાંથી 25 બેઠકો જીતી હતી. કોંગ્રેસ અને જેડીએસના ખાતામાં એક-એક સીટ ગઈ. એક બેઠક અપક્ષ ઉમેદવારે જીતી હતી.
ચૂંટણી પરિણામોએ પણ ભાજપ માટે મોટી ચિંતા કરી છે. એટલે કે જો આ સ્થિતિ ચાલુ રહી તો આગામી વર્ષની લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપને મોટું નુકસાન વેઠવું પડી શકે છે. આંકડાઓ પર નજર કરીએ તો લોકસભાની 20 સીટો પર કોંગ્રેસનું વર્ચસ્વ જોવા મળ્યું છે. મતલબ કે આ 20 લોકસભા સીટો હેઠળ આવતી વિધાનસભા સીટો પર કોંગ્રેસે બીજેપી અને જેડીએસના ઉમેદવારોને ખરાબ રીતે હરાવ્યા છે.
કર્ણાટકમાં લોકસભાની કુલ 28 બેઠકો છે. તેમાં બાગલકોટ, બેંગ્લોર સેન્ટ્રલ, બેંગલોર નોર્થ, બેંગ્લોર સાઉથ, બેંગ્લોર ગ્રામીણ, બેલગામ, બેલ્લારી, બિદર, બીજાપુર, ચામરાજનગર, ચિક્કાબલ્લાપુર, ચિક્કોડી, ચિત્રદુર્ગ, દક્ષિણ કન્નડ, દાવંગેરે, ધારવાડ, ગુલબર્ગ, હસન, હાવેરી, કોલાર, કોપ્પલ, મંડ્યાનો સમાવેશ થાય છે.