31 C
Ahmedabad
Sunday, April 28, 2024

અરવલ્લી : તીવ્ર તાપની સાથે ઝાડા-ઉલ્ટી અને પેટને લગતી બીમારીના કેસ ધીરે ધીરે વધી રહ્યા છે,ઉનાળામાં બીમારીથી બચવા શું કરવું વાંચો..!


અરવલ્લી જીલ્લામાં ઉનાળાની અસહ્ય ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે કાળઝાળ ગરમીમાં લોકોના આરોગ્યને સીધી અસર થવા લાગી છે ગ્રીષ્મ ઋતુમાં પાચનશક્તિ મંદ પડે છે અને અનેક રોગો સર્જાય છે હાલ લગ્નપ્રસંગ પણ ચાલી રહ્યા હોવાથી લોકોને દોડાદોડી વધી જતા લૂ લાગવાના બનાવો પણ નોંધપાત્ર રીતે વધી રહ્યા છે જીલ્લાના લોકોએ બજારમાં મળતા ખાદ્યપદાર્થ તાજા આરોગવા, કાપી સ્ટોર કરેલ ફળ ન ખાવા જોઈએ તેમજ ઠંડી ખાણીપીણીથી બચી સમતોલ આહાર લેવા,પાણી વધુ પીવું ખુબ જરૂરી બન્યું છે

Advertisement

અરવલ્લીમાં ગરમી વધવા સાથે અપચા,બેક્ટેરિયા વગેરેથી ઝાડાઉલ્ટી સહિતના કેસો દેખા દેવા લાગ્યા છે જો કે હજુ આ શરૂઆત છે અને આગામી સમયમાં ગરમીમાં વધારો થવાની આગાહી છે ત્યારે ઝાડાઉલ્ટી,ગેસ્ટ્રીક, પેટના રોગો વધવાની ભીતિ તબીબોએ દર્શાવી છે.

Advertisement

તબીબોના જણાવ્યા અનુસાર, લોકો આરોગ્યપ્રદ માનીને તરબુચ,સક્કર ટેટી, કૃત્રિમ પકવેલી કેસર કેરી વગેરે ખાતા હોય છે તેમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, બજારૂ ભારે ખોરાકને બદલે સુપાચ્ય ખોરાક લેવો જોઈએ અને તડકાંમાં દોડધામ કરવાનું ટાળવું જોઈએ. મહત્તમ શુધ્ધ પાણી પીવું જોઈએ. ડાયેરિયાની સાથે સ્નાયુનો દુખાવો,નબળાઈ કે સુસ્તી, તાવ સહિતના લક્ષણો પણ ડેવલપ થતા હોય છે. વાયરલ કેસો પણ જોવા મળી રહ્યા છે, ઉનાળામાં પાચનતંત્ર મંદ પડતા ભારે ખોરાક બિમાર પાડી શકે છે, આથી ઘરનો તાજો રાંધેલો ખોરાક ખાવાનો આગ્રહ રાખવો જોઈએ, ડિહાઈડ્રેશનથી બચવા પાણી સમયાંતરે વધારે પીવું જોઈએ

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!