આજ રોજ અડસઠ પરગણા ઇસરી દસ ગામ રોહિત સમાજનો પ્રથમ સમૂહલગ્નોત્સવ મેઘરજ તાલુકાના ગેડ ગામે રામાપીર મંદિરના પરિસરમાં યોજાયો હતો . જેમાં ભિલોડા-મેઘરજ ના લોકપ્રિય ધારાસભ્યશ્રી પી.સી. બરંડા સાહેબ તેમજ અરવલ્લી જિલ્લા ભા.જ.પા અ.જા.મોના પ્રભારીશ્રી નટુભાઈ પરમાર સાહેબ, પૂર્વ માહિતી અધિકારીશ્રી મેસરિયા સાહેબ , ડૉ. શ્રી અશ્વિનભાઈ રાઠોડ ,જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીમતી રેખાબેન રાઠોડ, ઈસરી દસ ગામ પરગણાના પ્રમુખ પ્રમુખશ્રી રેવાભાઈ ચમાર તથા તેમની આખી ટીમ તેમજ લગ્નોત્સવ આયોજન સમિતિના પ્રમુખશ્રી જગદીશભાઈ ચમાર અને તેમની આખી ટીમ તેમજ આમંત્રિત મહેમાનો ,સમાજના આગેવાનો તેમજ અન્ય પરગણા ના આગેવાનો હાજર રહ્યા.
આ દસ ગામ પરગણા નો પ્રથમ લગ્નોત્સવ હતો જેમાં પંદર જેટલા નવ દંપતી ને હિન્દુ શાસ્ત્રોગત વિધિ પ્રમાણે લગ્ન ગ્રંથી થી જોડાયા , જેમાં સ્વ. પુંજીમાં તથા સ્વ. લાલાબાબા ના પરિવાર એ ભોજનના દાતા તરીકે ખૂબ મહત્વનું યોગદાન આપેલ તેમજ અન્ય પણ દાતાશ્રીઓ એ સોના , ચાંદીના દાગીના તેમજ ઘરવખરી નો સમાન અને જેમાં પંદર જેટલા નવ દંપતી ને પત્રકાર પિયુષકુમારે સંત શિરોમણી રવિદાસ જીનું પુસ્તક આપિયું હતું આપી આ લગ્ન સમિતિ અને સમાજને તેમજ આ નવદંપતી ને પ્રોસહિત કર્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી અને પૂર્વ આઇ.પી.એસ શ્રી પી.સી બરાંડા સાહેબે સરકારની યોજનાનો લાભ લેવા માટે તથા શિક્ષણ અને વ્યસન મુક્ત થવા માટે માહિતગાર કર્યા હતા તેમજ આ સમાજના વરિષ્ઠ અને સનિષ્ઠ આગેવાન અને અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટી અ.જા.મો ના પ્રભારી શ્રી નટુભાઈ પરમાર એ સમાજ કુરિવાજો થી મુક્ત થાય તે વિષય ઉપર ભારપૂર્વક જણાવ્યું હતું અને આ પંદર યુગલો ને જીવન માં ક્યારે પણ તમાકુ,બીડી, સિગારેટ કે અન્ય કોઈ પણ પ્રકારના વ્યસનો નહિ કરીએ તેવા શપથ લેવડાવ્યા હતા જેથી સમગ્ર સમાજમાં વ્યસન મુક્ત કરવાની પહેલ કરી સમાજ ને એક નવી દિશા અને રાહ ચીંધ્યો હતો જેથી સમગ્ર સમાજ અને આમંત્રિત મહેમાનો નટુભાઈના આ પ્રવચન થી ખુબજ પ્રભાવિત થયા હતા.