ઈડરના ચોટાસણ ગામના દિવ્યાંગ લેખિકા કુમારી તરલીકા “તત્વમસિ” ના પુસ્તક નું વિમોચન આજરોજ કાયાવરોહણ તીર્થધામ ખાતે યોજવામાં આવ્યો આ સમારોહ શબ્દ વાવેતર એક પરિવાર ગૃપ નાં એડમીન ગૃપ થકી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા બધા લેખક લેખિકાઓ ના પુસ્તકો નો વિમોચન કાર્યક્રમ કરવામાં આવ્યો આ સમારંભ ના મુખ્ય મહેમાન અને સાહિત્ય નાં ઉપાસક યોગેશભાઈ ગઢવી ગાંધીનગર ખાસ ઊપસ્થિત રહ્યા હતા અને તમામ લેખક લેખિકાઓ ના પુસ્તકો નું વિમોચન યોગેશભાઈ ગઢવી ના હસ્તે કરવામાં આવ્યું હતું
આ સંમેલનમાં પિનાકીન પારેખ “પીનુ પ્યારે”કિરણ શમૉ “પ્રકાશ”જીવતી પીપલીયા “શ્રી”શોભા મિસ્ત્રી “અક્ષય”નિશા નાયક”પગલી”અને તત્વમસિ એમ તમામ ગૃપના આયોજન ઊપસ્થિત રહ્યા હતા આ પુસ્તક ઈડરના જાણીતા લેખિકા કુમારી તત્વમસિ એ જીવનમાં શું શું? તત્વ હોવું જોઈએ જેના ઉપર લખેલું છે અને જને પ્રસિદ્ધ કરવામાં ખુબ ભારે જહેમત ઉઠાવી છે એવા ડો હષૅદભાઈ લશ્કરી યોગેશભાઈ વ્યાસ ડો સુરેશભાઈ પટેલ યોગેશ્રવરીબેન શાહ જયપ્રકાશ વ્યાસ નેહા સોની કૌશલ મોદી અલ્પાબેન મોદી એ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા દિવસ રાત એક કરી માનવ સમુદાય ને વાંચન ક્ષેત્રે વધુ પુસ્તકો મળે અને સાહિત્ય વાંચન હરહંમેશ જીવન રહે એ માટે નાં પ્રયત્નો કર્યા છે.
તત્વમસિ ઈડર ના પુસ્તક વિમોચન પ્રસંગે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે હું દિવ્યાંગ હોવાં છતાં નથી હારી તો બીજા કોઈ વ્યક્તિ એ જીવનમાં હારવાની કે નિરાશ થવાની જરૂર નથી સમગ્ર પરિવાર ના સાથ સહકાર થી એમ.ફીલ.સુધીનો અભ્યાસ કર્યો પછી એક રચના ઓ કરતાં કરતાં એક જીવન ઉપયોગી પુસ્તક તત્વમસિ આપની સમક્ષ પ્રસિદ્ધ કર્યું છે જરૂર થી વાંચજો… જીવનમાં લક્ષ અને કાયૅક્ષેત્ર જ મહત્વનું અને લક્ષ ને પ્રાપ્ત કરવું એ જીવનની મોટી સિદ્ધિ છે…. આવનાર સમયમાં આવા ઘણા બધા પુસ્તકો પ્રસિધ્ધ શબ્દ એક વાવેતર ગૃપ થકી પ્રસિદ્ધ કરવા સમગ્ર ગૃપ સંચાલકો નો નિણૅય રહ્યો છે આ પુસ્તક નાં વિમોચન પ્રસંગે હિર પ્રજાપતિ ઈડરે શાલ ઓઢાડી લેખિકા તત્વમસિ નું સન્માન કર્યું હતું.