ભીષણ આગને પગલે તુલસીવિલા રેસિડેન્સીના રહેણાંક મકાનોના કાચ ઓગળી જવાની સાથે રાચરચીલાને ભારે નુકશાન પહોંચ્યું હતું
ખેતરમાં ઉભી નીલગીરીનો પાક પણ આગમાં ખાખ થયો હતો
મહેશ્વરી ક્રેકર્સ ગોડાઉન અન્ય સ્થળે ખસેડવા તંત્રને અગ્નિકાંડ પહેલા પણ અન્ય સ્થળે ખસેડવા રજુઆત કરી હોવાનો સ્થાનિકોનો આક્ષેપAdvertisement
મોડાસાના લાલપુર કંપા નજીક આવેલી મહેશ્વરી ક્રેકર્સ ગોડાઉનમાં વિસ્ફોટ પછી ભીષણ આગ લાગતા અગ્નિકાંડ સર્જાયો હતો જેમાં ગોડાઉનમાં સેન્ટીંગનું કામકાજ કરતા પર પ્રાંતીય ચાર શ્રમિકો ભડથું થઇ ગયા હતા મહેશ્વરી ક્રેકર્સને અડીને આવેલ તુલસીવિલા રેસિડેન્સીમાં આવેલ રહેણાંક મકાનોને ભારે નુકશાન પહોંચતા રેસિડેન્સીના રહીશોએ અસરગ્રસ્તોને વળતર ચુકવવામાં આવેની માંગ સાથે મુખ્યમંત્રી, ગૃહ મંત્રી સહીત અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર અને પ્રશાશન તંત્રને લેખિત રજુઆત કરી ન્યાયની માંગ કરી હતી
લાલપુર કંપા નજીક મહેશ્વરી ક્રેકર્સ ગોડાઉન નજીક તુલસીવિલા રેસીડેન્સી રહેણાંક સોસાયટી આવેલી છે મહેશ્વરી ક્રેકર્સ ગોડાઉનમાં ભયાનક વિસ્ફોટથી સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો હોવાની સાથે ભીષણ આગ લાગતા તુલસીવિલા રેસિડેન્સીના બંગ્લોઝમાં રહેલા મકાનોના બારી બારણા અને રાચરચીલામાં કાચ પણ ઓગળી ગયા હતા અને રાચરચીલાને ભારે નુકશાન થયું હતું રહેણાંક મકાનો આગને પગલે કલરના પોપડા ઉખડી ગયા હોવાની સાથે કાળા ધબ્બા પડી જતા ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે
મહેશ્વરી ક્રેકર્સના ફટાકડાના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગને પગલે તુલસી વીલાના રહેણાંક મકાનોમાં ભારે નુકશાન થવાની સાથે ક્ષતિગ્રસ્ત બનતા રેસિડેન્સીનારહીશોએ નુકશાનનું વળતર ચુકવવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અરવલ્લી જીલ્લા કલેકટર,પોલીસ વડા,મામલતદાર સહિત, ઉચ્ય કક્ષાના 11 વિભગોમાં રહીશોએ લેખિત રજુઆત કરી વળતર ચુકવવામાં આવેની માંગ કરી છે અગ્નિકાંડની ઘટના પહેલા પણ રહીશોએ તંત્રમાં અનેક વાર રજુઆત કરવા છતાં,તંત્ર એ ધ્યાને ન લેતા દુર્ઘટના સર્જાઈ હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ફટાકડાના ગોડાઉન પાસે રહેણાંક વિસ્તાર તેમજ શાળા આવેલી હોવાથી, ભવિષ્યમાં જાનમાલ ને નુકશાન ન થાય તેનો પણ ઉલ્લેખ કરી, થયેલ નુકશાન નું વળતર ચૂકવવા લાલપુર કંપાના 16 સભ્યોએ રજુઆત કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી