35 C
Ahmedabad
Wednesday, April 24, 2024

હાર્ટએટેકનો ડર વધ્‍યોઃ હૃદયનું હેલ્‍થ ચેકઅપ કરાવતા થયા લોકો


એકાએક ચાલતા ચાલતા, નાચતા-નાચતા, જમતા સમયે બીલ્લી પગે લોકોને મોત આવી રહ્યું છે. ત્‍યારે હવે લોકો આરોગ્‍ય પ્રત્‍યે જાગૃત બન્‍યા છે.હાર્ટ એટેકના વધતા કિસ્‍સા વચ્‍ચે હવે સામાન્‍ય કરતા ૩૦ ટકા વધારે લોકો હૃદયના ટેસ્‍ટ કરાવતા થયા છે. જેમાં હાર્ટની સ્‍થિતિ જાણવા માટે ECG ઇકો અને TMT ટેસ્‍ટ કરવામાં આવે છે. ECG ટેસ્‍ટથી હાર્ટની વર્તમાન સ્‍થિતિ જાણી શકાય છે.તો ઈકો ટેસ્‍ટથી હાર્ટના ધબકવાની ક્ષમતા જાણી શકાય છે. જયારે TMT ટેસ્‍ટથી શરીર કેટલો શ્રમ કરી શકે તેમ છે તે જાણી શકાય છે. ત્‍યારે તબીબોનું માનવું છે કે નાની ઉંમરે લોકોના મોત કાર્ડીઆક એરેસ્‍ટના કારણે થઈ રહ્યા છે. કાર્ડીઆક એરેસ્‍ટ બાદ યોગ્‍ય સારવાર ન મળે તો ૧૦ મિનિટમાં વ્‍યકિતનું મોત થાય છે. તો હાર્ટ એટેકના કિસ્‍સામાં યોગ્‍ય સારવાર મળે તો ૯૫ ટકા દર્દીના જીવ બચી જાય છે. કોરોનાના લીધે આવા કેસમાં વધારો થયો છે. પોસ્‍ટ કોવિડ સિન્‍ડ્રોમના લીધે હૃદય, મગજ, કિડની, ડાયાબીટીસ અને હાઇ બ્‍લડ પ્રેશરના દર્દી વધ્‍યા છે.ત્‍યારે સમસયાંતરે યોગ્‍ય ચેકઅપ કરાવવું ખૂબ જ જરૂરી બન્‍યું છે.

Advertisement

યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેકને પગલે હેલ્‍થ ચેકઅપનો રેશિયો વધ્‍યો છે. સામાન્‍ય કરતાં ૩૦ ટકા વધારે લોકો હૃદયના ટેસ્‍ટ કરાવતા થયા છે. સોશિયલ મીડિયા અને સમાચારમાં હાર્ટ એટેકથી અવસાન પામતા લોકોના વીડિયો પ્રસારીત થતાં લોકોમાં જાગૃતતા આવી છે.

Advertisement

ઇકો ટેસ્‍ટની મદદથી હૃદયના ધબકવાની ક્ષમતા જાણી શકાય છે. ટીએમટી ટેસ્‍ટથી માનવ શરીરનો કેટલો શ્રમ કરી શકે તે જાણી શકાય છે. દર્દીના મેડીકલ હિસ્‍ટ્રીના આધારે હૃદયના ટેસ્‍ટ થાય છે. ઓબેસીટી, કોઇ વારસાગત બિમારી, લાઇફસ્‍ટાઇલ, બીપી અને ડાયાબીટીસની બિમારી પ્રમાણે ટેસ્‍ટ કરાય છે. કોવિડ બાદ અનેક પ્રકારના રોગમાં વધારો થયો છે. અનેક લોકો પોસ્‍ટ કોવિડ સિન્‍ડ્રોમનો ભોગ બન્‍યા છે. કોવિડ બાદ હૃદય, મગજ, કિડની, ડાયાબીટીસ અને હાઇ બ્‍લડ પ્રેશરના દર્દી વધ્‍યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!