28 C
Ahmedabad
Tuesday, January 21, 2025

16 મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ: Theme : “Fight the Bite : Small Bite, Big Threat” “ડંખ સામે લડાઈ : નાનો ડંખ, મોટુ જોખમ”


૧૬ મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ: Theme : “Fight the Bite : Small Bite, Big Threat” “ડંખ સામે લડાઈ : નાનો ડંખ, મોટુ જોખમ”

Advertisement

આજ રોજ વિશ્વ ડેન્ગ્યુ દિવસ અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી અરવલ્લી જિલ્લા પંચાયત મોડાસાના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી માલપુરના સહયોગથી માલપુર તાલુકા ખાતે અને દરેક પ્રા.આ.કેન્દ્ર તેમજ સબ સેન્ટર પર વિશ્વ ડેન્ગ્યુ દિવસ નિમિતે જન-જાગૃતિ રેલીનુ આયોજન કરવામા આવેલ તેમજ તમામ જગ્યાએ વિવિધ આરોગ્ય શિક્ષણની પ્રવૃત્તિઓ અને પત્રિકા વિતરણ થકી વાહક જન્ય ગંભીર રોગો અટકાયત બાબતે તેમજ આ ગંભીર રોગથી પોતે કેવી રીતે બચી શકાય તથા પોતાના પરિવારને સુરક્ષિત રાખી શકાય તે બાબતે જન-જાગૃતિ કરવામા આવેલ છે.

Advertisement

ડેન્ગ્યુ વિશે ટુંકી માહીતી
ડેન્ગ્યુ તાવ એડીસ ઈજપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે આ મચ્છરો દિવસે જ કરડે છે.

Advertisement

ડેન્ગ્યુના લક્ષણો :
• સખત તાવ આવવાની સાથે આંખોના ડોળાની પાછળ દુખાવો થાય.
• હાથ અને ચહેરા પર ચકામા પડે.
• નાક, મોં, તેમજ પેઢામાંથી લોહી પડે તો ડેન્ગ્યુ હોઈ શકે, તાત્કાલીક ડૉકટરની સલાહ લો.

Advertisement

સાવચેતીના પગલા :

Advertisement

 શરીરના અંગોને ઢાંકી રાખે તેવા વસ્ત્રો પહેરો
 ડેન્ગ્યુ રોગ ફેલાવતા મચ્છર દિવસે કરડતા હોવાથી દિવસે પણ મચ્છર અગરબત્તી સળગાવો, મચ્છર દુર રાખવાની ક્રીમ લગાવો.
 લાંબા ગાળાની દવાયુક્ત મચ્છરદાનીનો યોગ્ય રીતે ઉપયોગ કરો
 આ મચ્છર ઘરમાં જ્યાં પણ સંચિત પાણી હોય છે ત્યાં ઉત્પન્ન થાય છે તે માટે ઘરમાં રહેલ પાણીના ખુલ્લા વાસણો હવાચુસ્ત ઢાંકણથી બંધ રાખો.
 અઠવાડિયે એક વાર ટાંકી, ટાંકા, કુલર, ફ્લિની ટ્રે, ફુલદાનીનું પાણી ખાલી કરી અંદરની સપાટી સાફ કરી સુકવી દો.
 ગામડાઓમાં હાથવગો લીમડો પણ એક મોટો આશીર્વાદરૂપ છે જેનો ધુમાડો મચ્છરોને દૂર ભગાડે છે તો લીમડાનો ધુમાડો કરવો
 મચ્છરના કરડવાથી બચવું અને રોગને ઉદ્ભવતો અટકાવવો તે રોગ થયા બાદની સારવાર કરતાં વધુ સલાહભર્યું છે.
 તાવ વધુ આવે, આંખની પાછળના ભાગમાં અને કમરમાં દુઃખાવો થવો, શરીર પર લાલ ચકામા પડે, નાકમાંથી લોહી પડવું, વારંવાર લોહી સાથે કે લોહી વીના ઉલટી થવી, મોઢું સુકાવું કે શ્વાસોશ્વાસમાં તકલીફ જેવા ગંભીર લક્ષણો જણાય કે તુરત જ નિષ્ણાંત ડોકટરની સલાહ હેઠળ સારવાર લેવી.

Advertisement

“ઘરમાં અને કાર્યસ્થળોમાં મચ્છરના પોરાને શોધો અને નાશ કરો”
“Harness Partnership to defeat dengue – ડેન્ગ્યુ અટકાવવા સહભાગી બનીએ’

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!