ગુજરાતમાં બાઇક ચોરીની ઘટનાઓ સતત બની રહી છે અમદાવાદના વટવા વિસ્તારમાંથી દોઢ મહિના અગાઉ બાઈક ચોરી કર્યા બાદ રાજસ્થાની બાઈક ચોર તેના વતન નીકળતા મોડાસા બાયપાસ રોડ પર વોચમાં ઉભેલી અરવલ્લી એલસીબી પોલીસની ઝપટે ચઢી જતા દબોચી લઇ મોડાસા ટાઉન પોલીસને સોંપી દેતા ટાઉન પોલીસે વટવા પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી એલસીબી પોલીસની સતર્કતાથી વટવા વિસ્તારમાંથી દોઢ મહિના અગાઉ ચોરાયેલ બાઇકના ગુન્હાનો ભેદ ઉકેલાઈ ગયો હતો
અરવલ્લી એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસની ટીમે સહયોગ ચોકડી નજીક વાહન ચેકીંગ હાથધરતા શંકાસ્પદ ઝડપ સાથે નંબર પ્લેટ વગરના હોંડા ડિલક્સ બાઈક સાથે પસાર થતા બાઈક ચાલકને અટકાવી પૂછપરછ કરતા બાઈક ચાલક રાયમલ નાનુંરામ ઉર્ફે નાનુજી ખરાડી (રહે,ઘડા વાટેશ્વર, સીમલવાડા-રાજ)
પોપટની માફક બાઈક વટવા વિસ્તારમાંથી દોઢ મહિના અગાઉ ચોરી કરી હોવાનું અને વતન જવા નીકળ્યો હોવાનું કબૂલી લેતા એલસીબી પોલીસે અટકાયત કરી ટાઉન પોલીસને સોંપી દીધો હતો