બેંકમાં બે હજારની નોટ આજે નહીં લેવાય સોમવારે અવાજો કહેતા ગ્રાહક ચોંકી ઉઠ્યો, અનેક ગ્રાહકો હેરાનગતિમાં મુકાયા
RBIના નિયમોને ઘોળીને પી ગયા, ગ્રાહકોને બે હજારની નોટ સોમવારે લઈને આવવા કહ્યું
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ શુક્રવારે સાંજે 2000ની નોટને સર્કયુલેશનમાંથી પાછી ખેંચી લીધી છે રિઝર્વ બેંકે તમામ બેંકોને 23મે થી 30 સપ્ટેમ્બર સુધી બે હજારની નોટ બદલી આપવા સૂચના આપી છે અને મહત્તમ બે હજારની 10 નોટ જ ગ્રાહક બદલી શકાશેનો નિર્ણય જાહેર કર્યો છે બે હજારની આંશિક નોટબંધી જેવા નિર્ણયથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં આવેલી ધી.સાબરકાંઠા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક.લી. માં એક ગ્રાહક પાસેથી બે હજાર રૂપિયાની નોટ સ્વીકારવાનો નનૈયો ભણતા ગ્રાહક ચોકી ઉઠ્યો હતો અને બેંક મેનેજરને રજુઆત કરતા હેડ ઓફિસથી આદેશ હોવાનું કહીં બચાવ કર્યો હતો અને સોમવારે બે હજારની નોટ સ્વીકારવામાં આવશે તેવું ગ્રાહકને જણાવ્યું હતું
ધી સાબરકાંઠા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક.લી. સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના ખેડૂત, પશુપાલકો અને વેપારીઓ માટે નાણાંકીય લેવડ-દેવડ માટે જીવાદોરી સમાન છે મોડાસા શહેરના ચાર રસ્તા પર આવેલી ધી સાબરકાંઠા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક.લી. શાખામાં અમુલ પાર્લર ધરાવતા જગદીશભાઈ એમ.પટેલને સાબરડેરીમાં દૂધનું 66 હજાર રૂપિયા પેયમેન્ટ ભરવાનું હોવાથી તેમના કર્મીને 66 હજાર રૂપિયા શનિવારે બેંકમાં ભરવા મોકલ્યો હતો જેમાં એક 2000ની નોટ હોવાથી બેંકના કેશિયરે બે હજારની નોટ આજે નહીં લેવામાં આવે સોમવારે લેવામાં આવશેનું જણાવતા જગદીશ ભાઈ સમસમી ઉઠ્યા હતા અને અનેક ગ્રાહકો 2000 ની નોટ સાથે પેયમેન્ટ ભરવા આવતા તેમની સ્લીપ પણ ખોટી પડી હોવાનો આક્ષેપ કર્યો હતો.
જગદીશભાઈ પટેલે આ અંગે બેંક મેનેજરને વાત કરતા તેમને હેડ ઓફિસથી સૂચના હોવાથી શનિવારે બે હજારની નોટ બેંક દ્વારા નહીં સ્વીકારવામાં આવશે સોમવાર થી બે હજારની નોટ લેવામાં આવેશે કહેતા બેંકમાં તઘખલી નિર્ણય સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો