અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે ટીંટોઈ પોલીસ સ્ટેશન માટે ગૃહ વિભાગમાં વારંવાર રજુઆતના પગલે ટીંટોઈ પોલીસ સ્ટેશનની મંજૂરી મળી હતી.19 એપ્રિલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જો કે લોકર્પણને એક મહિના જેટલો સમય વીતવા છતાં ટીંટોઈ પોલીસ સ્ટેશનનો નંબર આજ સુધી જાહેર કરવામાં ન આવતા ટીંટોઈ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં લોકોને ભારે મુશ્કેલી પડતી હોવાથી પોલીસ સ્ટેશનનો નંબર ત્વરિત નંબર જાહેર કરવામાં આવેની લોકમાંગ પ્રબળ બની છે
મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનની ટીંટોઈ આઉટ પોસ્ટને અપગ્રેડ કરી પીઆઈ કક્ષાનું પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે જેમાં મોડાસાના દધાલીયા અને મેઘરજના ઇસરી આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનનો સમાવેશ કરીને કુલ 66 ગામડાઓનો સમાવેશ કરવામાં આવતા લોકોમાં આનંદ છવાયો છે જો કે પોલીસ સ્ટેશન કાર્યરત થયાને એક મહિનો પૂર્ણ થવામાં આવ્યો હોવા છતાં ટીંટોઈ પોલીસ સ્ટેશનનો સંપર્ક નંબર જાહેર કરવામાં ન આવતા અરજદારોને ભારે તકલીફ પડી રહી છે ક્યારેક ઇમરજન્સી ઘટના સર્જાય કે કોઈ તકલીફ થાય તો પ્રજાજનો પાસે ટીંટોઈ પોલીસ સ્ટેશનનો નંબર ન હોવાથી કોનો સંપર્ક કરવો તે યક્ષ પ્રશ્ન બની રહ્યો છે
વરથુ ગામના યુવા અગ્રણી આશુતોષ રાઠોડના જણાવ્યા અનુસાર ટીંટોઈ પોલીસ સ્ટેશનની વર્ષો જૂની માંગ સંતોષાતા સમગ્ર પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બનશે લોકો કોઈ ઇમરજન્સી ઉભી થાય તો ટીંટોઈ પોલીસ સ્ટેશનનો સંપર્ક કઈ રીતે કરવો..?? કંટ્રોલમાં પણ ટીંટોઈનો સંપર્ક નંબર ન હોવાથી ત્યાંથી પણ સંપર્કમાં તકલીફ પડતી હોવાથી ઝડપથી ટીંટોઈ પોલીસ સ્ટેશનનો નંબર જાહેર કરવામાં આવે જેથી લોકોને સંપર્ક કરવામાં તકલીફ ન પડે તેમ ભાર પૂર્વક જણાવ્યું હતું