30 C
Ahmedabad
Saturday, May 4, 2024

અરવલ્લી : વાંદીયોલના CRPF જવાનને અશ્રુભીની આંખે અંતિમ વિદાય ,ગાર્ડ ઓફ ઓનર અપાયું,હાર્ટ એટેકથી મોત, દેશભક્તિનું ગુંજન


મૃતક જવનનો મૃતદેહ ટીંટોઈ પોલીસ સ્ટેશનથી વતન વાંદીયોલ સુધી રેલી સ્વરૂપે દેશભક્તિ ગીત-સંગીતના તાલે વાંદીયોલ લવાતા સમગ્ર પંથકમાં ગમગીની

Advertisement

અરવલ્લી જીલ્લામાં અનેક યુવાનો માભોમની રક્ષા કરી રહ્યા છે ભિલોડા તાલુકાના વાંદીયોલ ગામના હર્ષદભાઈ બાબુભાઈ પરમાર સીઆરપીએફમાં ફરજ બજાવતા જવાનનું હૃદય રોગનો હુમલો આવતા ગાંધીનગર ખાતે મોત નિપજતા શનિવારે જવાનનો નશ્વરદેહ વતનમાં લવાતાં ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાય આપવામાં આવી હતી. જય જવાન અને ભારત માતા કી જય,જવાનો અમર રહોના નારા વચ્ચે અશ્રુભીની આંખે ગામે શહીદને અંતિમ વિદાય આપતાં હાજર અસંખ્ય લોકોની આંખો ભીની થઈ હતી. દેશની રખેવાળી કરનાર જવાન ઉપર પરિવારજનોએ પણ આક્રંદ વચ્ચે નાજ વ્યકત કર્યો હતો. શહીદ પરિવારમાં હાલ 2 વર્ષીય પુત્રી અને 8 મહિનાના પુત્ર પીતાની છત્રછાયા ગુમાવતા અને શહીદ જવાનની પત્નીના હમસફરની વિદાયથી ગમગીન બન્યા હતા

Advertisement


હાલ દેશભક્તિના માહોલમાં સૌ કોઈ દેશ માટે બલિદાન આપવા સમર્પિત છે.ત્યાં અરવલ્લીનો એક જવાન શહીદ થતાં આખો જિલ્લો ગમગીન બન્યો હતો. ભિલોડા તાલુકાના વાંદીયોલ ગામના હર્ષદભાઈ બાબુભાઇ પરમાર છેલ્લા 15 વર્ષથી દેશની જુદી જુદી સરહદો અને સ્થળોએ માં-ભોમની રક્ષા કરતા હતા હાલ ગાંધીનગર સીઆરપીએફમાં ફરજ બજાવી રહ્યા હતા અને હાર્ટ એટેકથી મોત નિપજતા શનિવારે સવારે જવાનનો નશ્વરદેહ ટીંટોઈ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો અને ટીંટોઈ પોલીસ સ્ટાફ અને સીઆરપીએફ સ્ટાફ અને દેશભક્તિના ગીત-સંગીતની સુરાવલી સાથે બાઈક રેલી સ્વરૂપે વાંદીયોલ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં આર્મીના અધિકારીઓની ઉપસ્થિતિમાં ગાર્ડ ઓડ ઓનર સાથે જવાનની અંતિમક્રિયા કરાઈ હતી આર્મી જવાનની અંતિમક્રિયામાં સમાજના અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ સહીત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થીત રહ્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!