પ્રિ-મોન્સૂન પ્લાન અંતર્ગત મોડાસા નગરપાલિકા તંત્રએ મોડાસા શહેરમાં જર્જરિત મકાનો અને મિલ્કત અંગે સર્વેની કામગીરીમાં જોતરાઈ છે મોડાસા શહેરના શ્યામસુંદર શોપિંગ સેન્ટરમાં પાછળના ભાગે આવેલ જર્જરિત દુકાનો ચોમાસામાં કોઈ હોનારત સર્જે તે પહેલા 100 જેટલી દુકાનોને નોટિસ આપ્યા બાદ શહેરના વધુ જર્જરિત 35 એકમોને નોટિસ આપી જર્જરિત હિસ્સો ઉતારી લેવા અથવા તો યોગ્ય સમારકામ કરવા તાકીદ કરી સાત દિવસમાં સ્ટ્રક્ચર રિપોર્ટ આપવા નોટિસ ફટકારી છે
મોડાસા નગરપાલિકા તંત્ર દ્વારા ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂન પ્લાન હેઠળ શહેરમાં આવેલ જર્જરિત મિલકતને નોટિસ આપતી રહી છે મોડાસા શહેરમાં અનેક દુકાનો અને મિલ્કત જર્જરિત હોવાથી તંત્ર દ્વારા તપાસ હાથધરી જર્જરિત મિલ્કત માલિકોને નોટિસ આપી રહી છે મોડાસા શહેરના સતત ધમધમતા શ્યામસુંદર કોમ્પ્લેક્ષની પાછળની 100 દુકાનો જર્જરિત હોવાથી નોટિસ આપી છે અને મોડાસા શહેરમાં આવેલ વધુ 35 જર્જરિત એકમ શોધી કાઢી જર્જરિત મિલ્કતોથી નુકશાન થાય તે પહેલા ઉતારી લેવા તાકીદ કરી નોટિસ આપી છે