27.4 C
Gujarat
Monday, September 14, 2026
Home ગુજરાત શનેશ્વરી જયંતિ નિમિત્તે શ્રી વાડીનાથ હનુમાનજી પંચદેવ મંદિરે લીંભોઈ મુકામે ભવ્ય ઉજવણી 

શનેશ્વરી જયંતિ નિમિત્તે શ્રી વાડીનાથ હનુમાનજી પંચદેવ મંદિરે લીંભોઈ મુકામે ભવ્ય ઉજવણી 

0

 

અરવલ્લી જીલ્લા ના મોડાસા તાલુકા ના લિંભોઈ ગામે આવેલ જીલ્લા ના એકમાત્ર સુપ્રસિદ્ધ શનીદેવ મંદિરે વૈશાખ વદ અમાસ ના દિવસે શનેશ્વરી જયંતિ ની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી.વાડીનાથ હનુમાનજી પંચદેવ મંદિર પ્રાંગણ મા આવેલ ભવ્ય શનિદેવ મંદિરે હોમ હવન અને અભિષેક પૂજા કરવામા આવી હતી .મહારાષ્ટ્ર થી આવેલા ભક્તોએ મહાપૂજા કરી શનીદેવ ની આરાધના કરી હતી.મંદિર ના ટ્રસ્ટીઓ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ. સ્થાનિક અગ્રણી ડો.ગોપાલ પટેલે જણાવ્યુ હતુ કે શનેશ્વરી જયંતિ પ્રસંગે મહારાષ્ટ્ર થી દરવર્ષે મહારાષ્ટ્ર થી મોટી સંખ્યા મા ભક્તો દર્શન નો લાભ મેળવે છે શનેશ્વરી જયંતિ નિમિતે લિંભોઈ અને આજુબાજુ ના ગ્રામજનોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!