મોડાસા શહેર અને તેના આજુબાજુના વિસ્તારમાં આવેલી અનેક જમીનો પર ભૂ-માફિયાઓનો ડોળો
Advertisement
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેર અને તેના દસ કિમિ વિસ્તારમાં જમીનના ભાવ આસમાને આંબી રહ્યા હોવાની સાથે ભૂમાફિયાઓ બેફામ બન્યા છે મોડાસા શહેરને અડીને આવેલા બાજકોટ ગામની સીમમાં આવેલ જમીનમાં કબ્જેદાર અને અન્ય લોકો વચ્ચે કોર્ટ કેસ ચાલી રહ્યો છે ત્યારે ભૂ માફિયા તરીકે વગોવાયેલા કનુ રબારીએ કબ્જેદાર અને તેના ભાઈને જમીન ખાલી કરી દેવા અને પૈસા માંગી બિભસ્ત ગાળો બોલી ગડદા પાટુનો માર મારતા કબ્જેદાર ખેડૂતે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
બાજકોટ ગામની સીમમાં આવેલી દિનેશભાઇ કડવાજી ખાંટ નામના વ્યક્તિની જુના સર્વે નંબર 2 પૈકી નવા સર્વે નંબર 343ના કબ્જા બાબતે કેટલાક વ્યક્તિઓ સાથે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે હાલ જમીન પર દિનેશ કડવાજી ખાંટનો કબ્જો છે ત્યારે મોડાસા શહેરના રબારીવાસમાં રહેતા કનુ રામાભાઈ રબારી નામના શખ્સને જમીનમાં કોઈ લેવા દેવા ન હોવા છતાં દિનેશ ખાંટ પાસે પૈસાની માંગણી કરી કબ્જો છોડી દેવા ધમકી આપી બિભસ્ત ગાળો બોલી જાનથી મારી ધમકી આપવાની સાથે કબ્જેદારના ભાઈ મુકેશ ખાંટને મોડાસામાં ગડદા પાટુનો માર મારી વારંવાર પૈસાની માંગણી કરતા ભારે ચકચાર મચી છે ભૂ માફિયા કનું રબારીની દાદાગીરીથી કબજેદાર પરિવાર તોબા પોકારી ઉઠ્યો છે અને સતત રંજાડ રહેતા ડરથી થરથર કાંપી રહ્યો છે
મોડાસા ટાઉન પોલીસે દિનેશભાઈ કડવાજી ખાંટની ફરિયાદના આધારે મોડાસા રબારીવાસમાં રહેતા કનુ રામાભાઈ રબારી સામે 384,504,506(2) અને 507 મુજબ ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે