38 C
Gujarat
Sunday, July 12, 2026
Home સ્પોર્ટ્સ ચેસના નવા જીનિયસ ચેમ્પિયન્સને પ્લેટફોર્મ આપવા માટે આવી ગઈ છે “ચેસ ગ્રાન્ડ...

ચેસના નવા જીનિયસ ચેમ્પિયન્સને પ્લેટફોર્મ આપવા માટે આવી ગઈ છે “ચેસ ગ્રાન્ડ માસ્ટર સ્પર્ધા”

0
226

કોરોના જેવી ગંભીર સ્થિતિમાં ઇન્ડોર ગેમ્સનું મહત્વ ખૂબ વધુ છે પરંતુ તેમાં પણ મગજની કસરત થાય તેવી ગેમ્સ જો રમવામાં આવે તો બાળકો પણ કુશળ બને છે. આવી કોઈ ઇન્ડોર ગેમ હોય તો ચેસ છે. ચેસના શોખિન બાળકો માટે “ચેસ ગ્રાન્ડ માસ્ટર સ્પર્ધા”નું આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં ગુજરાતમાંથી 9 વર્ષથી 13 વર્ષ સુધીના ટીનેજર ભાગ લઈ શકે છે. ઘણાં એવા ગુજરાતી જીનિયસ છે કે જેઓ ભલભલાને સેકાંડવારમાં ચેસની અંદર માત આપી શકે છે પરંતુ તેઓને આગળ વધવા માટે એક પ્લેટફોર્મની જરૂર છે. આ પ્લેટફોર્મ આપવા અને બાળકોનું કરિયર બનાવવા માટે “તક્ષશિલા ગ્રુપ” આગળ વધી રહ્યું છે. “તક્ષશિલા ગ્રુપ”ના એમ.ડી કમલેશ ગોંડલિયા અને ડિરેક્ટર પાર્થીલ ગોંડલીયાનો તેમાં સિંહ ફાળો છે. 27 માર્ચના રોજ “ચેસ ગ્રાન્ડ માસ્ટર સ્પર્ધા” યોજવામાં આવશે જેમાં તમે પણ નિશ્ચિત કરાયેલી કેટેગરીમાં રજિસ્ટ્રેશન કરાવીને તૈયાર થઈ જાઓ . કેમ કે, આ સ્પર્ધામાં આગામી સમયમાં તમારા માટે નવા માઈલસ્ટોન સર કરશે. પહેલીવાર ઇતિહાસમાં સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલી 100 મીટરની ઉંચાઇવાળી તક્ષશિલા એર બિલ્ડિંગમાં આ ચેસ સ્પર્ધા યોજાશે. આ બિલ્ડિંગ એ ગુજરાતની સૌથી ઉંચી બિલ્ડિંગ છે. પ્રોત્સાહન આપવાના હેતુથી જુદી જુદી કેટેગરીમાં વિજેતાઓને પ્રાઇઝ આપવામાં આવશે. દરેક કેટેગરીમાં રોટેશિંગ ટ્રોફી ચેમ્પિયનને અપાશે, દરેક કેટેગરીમાં ટોપ 3 પ્લેયર નક્કી કરાશે. વિજેતાઓને મેડલ અને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!