31.7 C
Gujarat
Wednesday, October 14, 2026
Home ગુજરાત News from Gujarat અરવલ્લી : જીલ્લા કક્ષાના ખેલ મહાકુંભની રસ્સા ખેંચ સ્પર્ધા બી કનઇ સ્કૂલ...

અરવલ્લી : જીલ્લા કક્ષાના ખેલ મહાકુંભની રસ્સા ખેંચ સ્પર્ધા બી કનઇ સ્કૂલ વિજેતા

0

 

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર અંતર્ગત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર આયોજિત ખેલ મહાકુંભ 2026 ની જીલ્લા કક્ષાની રસ્તા ખેંચ સ્પર્ધા મેઘરજની પી સી એન હાઈસ્કૂલ ખાતે યોજાઇ હતી વિવિધ કક્ષાના ખેલાડીઓએ ભાગ લીધો હતો.

અરવલ્લી જીલ્લા કક્ષાની રસા ખેંચ સ્પર્ધામાં મહિલા વિભાગમાં મોડાસાની બી-કનઈ સ્કૂલની ટીમ વિજેતા બની હતી. રસ્સા ખેંચ સ્પર્ધાના કન્વીનર મુકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી સ્પર્ધામાં રમત ગમતના નિષ્ણાત ધર્મેન્દ્રસિંહ વાઘેલા, વિષ્ણુ પટેલ, સુનિલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કક્ષાની રસ્તા ખેંચ સ્પર્ધામાં વિજેતા બનેલી બી-કનઈ સ્કૂલની વિજેતા ટીમને મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બીપીનભાઈ શાહ,કેમ્પસ ડાયરેક્ટર જેપી ઉપાધ્યાય ,શાળાના આચાર્ય કુંદનસિંહ રાઠોડ, કો. ઓર્ડીનેટર પ્રસિદ્ધિ વ્યાસ સહિત હોદ્દેદારોએ અભિનંદન પાઠવ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!