અરવલ્લી જીલ્લા પ્રાથમીક શિક્ષણ સંઘના ઉપ પ્રમુખ અનિલ પટેલે બંધારણ વિરુદ્ધ બોલાવેલ કારોબારી રદ કરવા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને પત્ર લખતા જીલ્લા પ્રાથમીક શિક્ષણ સંઘના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો હતો અને અન્ય આક્ષેપ પણ કર્યા હતા ત્યારે જીલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના મહામંત્રી આશિષ પટેલે ઉપ પ્રમુખ અનિલ પટેલે કરેલ આક્ષેપ અંગે તબબક્કાવાર જવાબ આપી તેમના આક્ષેપનું ખંડન કર્યું છે
અરવલ્લી જીલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના ઉપ પ્રમુખ અનિલ પટેલે જીલ્લા પ્રમુખ હસમુખ ભાઈ પટેલ તા.28-02-2023ના રોજ જન્મ તારીખ મુજબ પ્રમુખ રહેતા નથીના આક્ષેપ સામે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક પી.આર.આઈ 1389/743/ક મુજબ હસમુખભાઈ પટેલ નિવૃત્ત થતા હોય તે પ્રમુખ તરીકે ચાલુ રહે છે તેમજ કારોબારી મીટિંગ અંગે 22 એપ્રિલએ એજન્ડા સર્કયુલેટ કરી 28 એપ્રિલ એ કારોબારીની બેઠક મળી હતી જેમાં વિરોધ કરનાર તમામ હાજર હોવાની સાથે એજન્ડા અને ઠરાવમાં સહી પણ કરી છે જો કે ત્યારબાદ અગમ્ય કારણોસર આ બેબૂનિયાદી આક્ષેપ કરવામાં આવી રહ્યા છે
અરવલ્લી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી લેટર કરી નવીન કારોબારી બોલાવવા જણાવતા આ અંગે હાલના હોદ્દેદાર પ્રમુખ અને મહામંત્રીએ સરકાર પંચાયત અને ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામવિકાસ વિભાગના ઠરાવ ક્રમાંક પી.એસ.આર./10002/2311 તા.28-06-2004 મુજબ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને કારોબારી બોલાવવા કે ઠરાવ બદલવાના કોઈ અધિકાર નથી કોરોના મહામારીના પગલે ચૂંટણીની મુદત પુરી થતા દોઢ વર્ષ વધી વીતી જતા શિક્ષણ હિતમાં ચૂંટણી જરૂરી છે અને કારોબારીની સર્વ સંમતિથી ચાલુ વર્ષના એપ્રિલ કે મે મહિનામાં ચૂંટણી કરવાનો ઠરાવ પણ કરેલ હોવાનું પ્રમુખ અને મહામંત્રીએ જણાવ્યું હતું