અરવલ્લી એસપી સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પેરોલ ફર્લો ટીમે બાતમીદારો સક્રિય કરી નાસતા-ફરતા આરોપીઓને સતત ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે અમદાવાદ સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો મુકેશ ઉર્ફે ખંજર અસોડા વચગાળાના જામીન પર મુક્ત થયા પછી સમય મર્યાદામાં હજાર ન થઇ નાસતો- ફરતો હોવાથી અરવલ્લી પેરોલ ફર્લો ટીમે શામળાજી આશ્રમ ચાર રસ્તાથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી જીલ્લા પેરોલ ફર્લો પીએસઆઈ બી.કે.ભુનાતર અને તેમની ટીમે નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચ ગોઠવતા શામળાજી પોલીસ સ્ટેશનમાં ગુન્હાનો આરોપી અને અમદાવાદ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો શામળાજીનો મુકેશ ઉર્ફ ખંજર કનુભાઈ અસોડા પેરોલ જમ્પ કરી નાસતો- ફરતો હોવાનો અને શામળાજી આશ્રમ ચાર રસ્તા નજીક ઉભો હોવાની બાતમી મળતા પેરોલ ફર્લો ટીમ તાબડતોડ આશ્રમ ચોકડી પહોંચી મુકેશ ઉર્ફે ખંજરને કોર્ડન કરી દબોચી લેતા પોલીસને હાથતાળી આપતા આરોપીના મોતિયા મરી ગયા હતા પેરોલ ફર્લો ટીમે મુકેશ ઉર્ફે ખંજર કનુ અસોડાને શામળાજી પોલીસને સુપ્રત કર્યો હતો