સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના હેઠળ જળ સંચય અંતર્ગત તળાવો ઊંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેની અંદર કેટલાક વિસ્તારમાં તળાવો ઊંડા કરવાની કામગીરી થઇ રહી છે તો કેટલાક વિસ્તારમાં માત્ર બિલ પાસ થાય તે હેતુ થી માત્ર જેસીબી ફેળવી માત્ર લેવલ કરી બીલો ઉધારવામાં આવી રહ્યાં હોય અને કામમાં ગેરરીતિ જણાતા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરવામાં આવી છે જેની અંદર વાત કરવામાં આવે તો મેઘરજ તાલુકાની અંદર કુલ 60 જેટલા તળાવો ઊંડા કરવામાં આવી રહ્યા છે જેમાં ખાસ કરીને મેઘરજ તાલુકાની અંદર વાણીયાવાડા ગામે આવેલું જે તળાવ છે તળાવ ઊંડું કરવા યોજના હેઠળ સરકાર દ્વારા ફાળવણી કરવામાં આવ્યું હતું પરંતુ આ તળાવ ઊંડું કરવાની ગેરરિતિ જણાવતા ગામના જાગૃત દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત જાણ કરવામાં આવી હતી જેની અંદર જણાવવામાં આવ્યું હતું કે જે વાણીયાવાડા ગામે સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ ઊંડા કરવાની જે સરકારશ્રીની યોજના અંતર્ગત તારીખ 10 /4/ 2023 ના રોજ કામ ચાલુ કરવામાં આવ્યું હતું.જેમાં જીસીબી દ્વારા તળાવની એક તરફ પાર બાજુએ ભેખડમાં એક મીટર જેવું ખોદીને સરખું કરેલ તથા સામે બાજુએ પાળો કરેલ વચ્ચે ચોકડીઓમાં માટી પુરી લેવલ કરેલ જે સ્થળ પર સ્પષ્ટ દેખાય છે છબ્બર તેમજ ઘાસના મુરીયા જમીનમાં ચોટેલા સ્પષ્ટ દેખાય છે આજુબાજુના ખેડૂતોએ રજૂઆત કરેલ તો ત્યાં કામ કરવા આવેલ માણસે જણાવેલ કે તળાવ લેવલ કરવાનો જ વર્ક ઓર્ડર છે તેમજ પોતાના ખેતરમાં માટી માટે ખેડૂતોએ ટ્રેક્ટર ભરી આપવા જણાવેલ કહેલ કે તું કાલે સવારે આવજો તેમ જણાવેલ અને બીજા દિવસે સવારે ન આવતા ખેડૂતોએ તેમનો સંપર્ક કરતા જણાવ્યું કે ત્યાં કામ પૂરું થઈ ગયેલ છે હવે ત્યાં આવવાનું નથી ત્યારે ફક્ત એક જ દિવસ જેસીબી દ્વારા તળાવ માં લેવલ કરવાનું કામ કરેલ છે તળાવ ઊંડું કરવાનું કોઈ કામ કરેલ નથી ત્યારે આ બાબતે તળાવ બિલકુલ ઊંડું થયેલ નથી અને આનું એસ્ટીમેન્ટ કેટલું છે અને કેવું છે
આ બાબતે તારીખ 11/4/2023 ના રોજ ડી ઈ સિંચાઈ પેટાવિભાગ ની કચેરી મેઘરજ ને ફોન થી રજુઆત કરેલ અને આ બાબતે સત્વરે તપાસ કરાવી ઘટતું કરવા લેખિત માં જિલ્લા વિકાસ અધિકારી ને જાગૃત નાગરિકો દ્વારા લેખિત જાણ કરવામાં આવી હતી ત્યારે આ બાબતે જો જિલ્લાના સુજલામ સુફલામ યોજના હેઠળ જે તે તળાવો ઊંડા કરવામાં આવી રહ્યાં છે જેની ઉચ્ચ કક્ષાએ તપાસ થાય તો અધિકારીઓ થી લઇ ને જે તે કોન્ટ્રાકટરો નીચે રેલો આવે તો નવાઈ નહિ ત્યારે આ બાબતે યોગ્ય તપાસ થાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી ને લેખિત જાણ કરવામાં આવી હતી