34 C
Ahmedabad
Saturday, April 27, 2024

અરવલ્લીઃ બાયડ તાલુકાના જીતપુર ગામે રસ્તા પૈકીના કેટલાંક દબાણો દૂર કરાતાં કહીં ખુશી કહીં ગમના દ્રશ્યો સર્જાયા


બાયડ તાલુકાના જીતપુર ગામે બુધવારના રોજ રસ્તા પૈકીના કેટલાક દબાણો દૂર કરવામાં આવતા કહી ખુશી કહી ગમના દ્રશ્યો સર્જાયા હતા

Advertisement

બાયડ તાલુકાના જીતપુર ગામે દબાણોના પ્રશ્ને અવારનવાર અરજીઓનો તુમાર ખડકાયો હતો વારંવાર દબાણો દૂર કરવાની તારીખો નક્કી કરી બદલવામાં આવતી હતી બુધવારના રોજ તંત્રએ જીતપુર ગામના દબાણો દૂર કરવા કમર કસી હતી.

Advertisement

બાયડ તાલુકાના જીતપુર ગામે આજરોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તાલુકા વિકાસ અધિકારી બાયડ, મામલતદાર કચેરીના સત્તાવાળાઓ અને રેવન્યુ સ્ટાફની ઉપસ્થિતિમાં રસ્તા પૈકીના દબાણમાં આવતા પાકા અને કાચા બાંધકામો લોકોના આક્રોશ વચ્ચે દૂર કરવામાં આવ્યા હતા ગામમાં દબાણો દૂર કરવામાં આવતા ગ્રામજનોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી

Advertisement

જીતપુર ગામમાંથી અરજદાર બાબરભાઈ મથુરભાઈ પટેલે અખબારી પ્રતિનિધિઓ આગળ બળાપો ઠાલવતાં જણાવ્યું હતું કે મારી અરજી મુજબના પૂરેપૂરા દબાણો દૂર કરવામાં આવ્યા નથી અને તંત્રએ નકશા મુજબના તંત્ર દ્વારા નક્કી કરાયેલા દબાણો દૂર કરવામાં વહાલા દવલાની નીતિ અપનાવી છે

Advertisement

 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!