લેભાગુ વેપારીથી અજાણ લોકો બ્રાન્ડેડ તેલના પૈસા આપી ડુપ્લીકેટ તેલ ખરીદતા લોકો સાથે કેન્સર અને અન્ય ગંભીર બીમારી પણ ઘરે લાવે છે
મોડાસા GIDCમાં આવેલ લક્ષ્મી પ્રોટીન્સમાં ડુપ્લીકેટ કપાસિયા તેલ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થતા ફૂડ એન્ડ ડ્રગ્સ દોડતું થયું
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લક્ષ્મી પ્રોટીન્સમાં બેરલ ફંફોસી તેલના સેમ્પલ લીધા,શહેરની અન્ય 10 જેટલી તેલનું વેચાણ કરતી પેઢીમાં સેમ્પલ લીધા
જનઆરોગ્ય સાથે ચેડા કરી ખિસ્સા ભરતા તત્વો સામે પગલા ભરવા માંગ
પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરનારાઓને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ છાવરતું હોવાના આક્ષેપો
મોડાસા શહેર સહિત અરવલ્લી જિલ્લામાં ભેળસેળ યુક્ત ડિસ્કો તેલનું બેરોકટોક વેચાણ થઈ રહ્યું હોવાની બૂમો વચ્ચે જીલ્લા એસઓજી ટીમે મોડાસા જીઆઈડીસીમાં આવેલ લક્ષ્મી પ્રોટીન્સ નામની તેલ બનાવતી કંપનીમાંથી ડુપ્લીકેટ તિરૂપતિ કપાસિયા તેલ બનાવવાનું કૌભાંડનો પર્દાફાશ કરી અમિત કિશનલાલ શાહની ધરપકડ કરતા જીલ્લામાં ડિસ્કો તેલનું ધૂમ વેચાણ થતું હોવાની બૂમો પર મહોર લાગી છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓની સબ સલામતની પોલ ખુલ્લી પડી ગઈ છે. પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરનાર મોડાસા શહેર સહીત જીલ્લામાં અનેક લેભાગુ વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવેની માંગ ઉઠી છે
બ્રાન્ડેડ સીંગતેલના ભાવ ૧૫ કિલો ના ડબ્બા ભાવ ૨૯૦૦ થી ૩૦૦૦ રૂપિયા છે ત્યારે આ ડિસ્કો તેલ ૧૮૦૦ થી ૨૨૦૦ રૂપિયાના ભાવે સિંગ તેલ ના નામે વેચાય છે. આ અંગે જોવા જઈ તો કપાસિયા તેલ નો ભાવ પણ ૧૫ કિલોના ૨૨૦૦ રૂપિયાની આસપાસ રહેતો હોવાથી લેભાગુ વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે
હાલ મોંઘવારી એ માઝા મૂકી છે ત્યારે તેલ ના ભાવ આસમાને છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં મોટા વ્યાપારીઓ નફાખોરી કરવા ખાધ તેલમાં ભેળસેળ કરી સીંગતેલ તેમજ કપાસિયા તેલના લેબલ મારી બજારમાં વેચતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે જેમાં પામોલિન તેલના ટીન પર
કપાસિયાનું લેબલ મારી તેમ જ સીંગતેલનું એસેન્સ તેમજ કેમિકલ નાખી સિંગતેલ ના નામે ભેળસેળયુક્ત તેલ બજારમાં વેચવામાં આવી રહ્યું છે. સિંગતેલના ડબ્બાના લેબલમાં નાના અક્ષરોમાં શુદ્ધ તેલ લખવામાં આવેલું હોય છે. આમ પ્રજાને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યું છે. કેમિકલ યુક્ત હળદર, મરચા, મસાલાની જેમ ખાદ્ય તેલમાં સિંગતેલનું એસેન્સ મિલાવી બજારમાં વેપારીઓ દ્વારા બે રોક ટોક વેચાણ કરવામાં આવી રહ્યું છે.
અરવલ્લી જિલ્લામાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો, ખાદ્ય તેલ જેવી વસ્તુઓના કારણે પ્રજાના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ વિભાગ દ્વારા ઓઇલ મીલ તેમજ જથ્થાબંધ વેપારીઓની દુકાનમાં ખાધ તેલના નમુના લઇ શુદ્ધ સીંગતેલ તેમજ કપાસીયા તેલના નામે ભેળસેળયુક્ત ખાદ્યતેલનું ઉત્પાદન પેકિંગ કરી બજારમાં મૂકનાર મોટા માથાઓ સામે પગલાં લેવા માંગણી ઉઠવા પામી છે