(જય અમીન,અંકિત ચૌહાણ-મેરા ગુજરાત)
ઉત્તરાખંડ રાજ્ય સ્થિત કેદારનાથ મંદિરનું ધાર્મિક મહત્વ ઘણું વધારે છે.કેદારનાથના દર્શન કરવાની ઈચ્છા દરેક વ્યક્તિને હોય છે. કેદારનાથના દર્શન કરવા માટે ભક્તોમાં ભારે ઉત્સુકતા હોય છે કેદારનાથ યાત્રામાં હેલિકોપ્ટર રાઈડ માટે ઓનલાઈન બુકીંગ કરવામાં આવે છે તંત્ર દ્વારા હેલિકોપ્ટર રાઈડની ટિકિટના કાળા બજાર અટકાવવા QR કોડ સ્કેન કરવો પડે છે અને એક વ્યક્તિ છ ટિકિટ બુક કરાવી શકે છે અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરના અગ્રણી વેપારીને હેલિકોપ્ટર રાઈડમાં હજારી પ્રસાદ નામના પૂજારી દ્વારા લૂંટ ચલાવવામાં આવતી હોવાનું અને ઓનલાઇન બુકીંગ સિસ્ટમ હોવા છતાં ત્રણ ગણા યાત્રાળુઓ પાસેથી રૂપિયા ખંખેરી રહ્યો હોવાનું ધ્યાનમાં આવતા ચોંકી ઉઠ્યા હતા અને આ અંગે ઉત્તરાખંડ સરકાર, પ્રવાસન મંત્રીને જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવેની માંગ કરી હતી
મોડાસા શહેરના અગ્રણી વેપારી જયેશ દોશી તેમના મિત્ર વર્તુળ સાથે કેદારનાથ યાત્રાધામમાં પૂજા પાઠ અને દર્શન કરી ધન્યતા અનુભવવાની સાથે હેલિકોપ્ટર રાઈડના નામે હજારી પ્રસાદ નામના પૂજારી દ્વારા થતી બેફામ લૂંટથી ચોકી ઉઠ્યા હતા ઓનલાઇન બુકીંગમાં સિંગલ હેલિકોપ્ટરનું ભાડું રૂ.2750 હોવા છતાં પૂજારી રૂ.10000 લઇ રાઈડ કરાવવામાં આવતા ચોંકી ઉઠ્યા હતા અને ઓનલાઇન બુકીંગ સિસ્ટમ સામે પણ આક્રોશ ઠાલવ્યો હતો
આ અંગે Mera Gujaratના પ્રતિનિધિ સાથે વાત કરતા જયેશ દોશીએ જણાવ્યું હતું કે કેદારનાથ યાત્રા માટે રેલવે વિભાગ દ્વારા હેલિકોપ્ટર રાઈડ માટે heliyatra.irctc.co.in વેબસાઈટ પર ઓનલાઇન બુકીંગ કરાવવું પડે છે પરંતુ આ વેબસાઈટનું પેજ ઓપન જ થતું ન હોવાનું અને ઓપન થાય ત્યારે બુકીંગ ફૂલ ઓપ્શન આવી જતો હોય છે તંત્ર દ્વારા કાળા બજાર અટકાવવા માટે ઓનલાઇન બુકીંગ સિસ્ટમ ગોઠવી હોવાની વાતો કરે છે ત્યારે કેદારનાથમાં પૂજા કરાવતા હજારી પ્રસાદ પૂજારી દ્વારા તેમની પાસે પૂજા વિધિ કરાવનાર યાત્રાળુઓને બુકીંગ ફૂલ હોવા છતાં પરત ફરવા વેઇટિંગ ન કરવું પડે તે માટે વન-વે નું ભાડું રૂ.2750 હોવા છતાં રૂ.10000 લઇ હેલિકોપ્ટર રાઈડ સેવા ઉપલબ્ધ કરાવી આપવામાં આવતી હોવાનું જોઈ સમસમી ઉઠ્યા હતા અને આ અંગે સોશ્યલ મીડિયાના માધ્યમથી ઉત્તરાખંડના મુખ્યમંત્રી સહીત જવાબદાર મંત્રાલય અને પ્રવાસન વિભાગમાં જાણ કરી હતી અને તેમના ફેસબુક પેજ પર હજારી પ્રસાદ નામનો પુંજારી કઈ રીતે શ્રદ્ધાળુઓ પાસેથી ગેરકાયદેસર પૈસા ઉલેચી રહ્યો છે તેની રૂપરેખા પણ લખી છે