30 C
Ahmedabad
Thursday, April 25, 2024

RAJKOT CITY CRAIM BRANCH : 23.44 લાખથી વધુની બનાવટી ચલણી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું, ત્રણને દબોચી લીધા


 

Advertisement

રાજકોટ સીટી ક્રાઇમ બ્રાંન્ચના એસીપી ભરત બસિયાના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે શહેરના સાધુવાસવાણી રોડ પર પાટીદાર ચોક નજીક પામ સીટી પાસે આવેલ નીરા ડેરી અને મોરબી રોડ પર અમૃત પાર્કમાં વિશાલ ગઢિયાના મકાનમાં દરોડો પાડી 23.44 લાખથી વધુની ડુપ્લિકેટ ચલણી નોટોનો જથ્થો ઝડપી પાડી ત્રણ આરોપીઓને દબોચી લીધા હતા
રૂ.100 અને 500ના દરની ડુપ્લીકેટ ચલણી નોટો મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી

Advertisement

Advertisement

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ વાય.બી.જાડેજા અને તેમની ટીમે બાતમીના આધારે શહેરન સાધુવાસવાણી રોડ પર પાટીદાર ચોક નજીક પામ સીટી પાસે આવેલ નીરા ડેરી અને મોરબી રોડ પર અમૃત પાર્કમાં વિશાલ ગઢિયાના મકાનમાં રેડ કરી રૂપિયા100ની 335 ડુપ્લીકેટ નોટ અને રૂપિયા 500ની 4622 ડુપ્લીકેટ નોટ મળી રૂ.2344500/ કબ્જે કરી વિશાલ ગઢીયા અને વિશાલ બુદ્ધદેવની ધરપકડ કરી સઘન પૂછપરછ કરતા તેમને આ બનાવટી ચલણી નાણું નિકુંજ અમરસિંહ ભાલોડીયા(રહે, મોરબી રોડ,અમતૃ પાર્ક મે.રોડ, બ્લોક.નં- ૧,હોટલ રેડ રોઝ પાછળ, વિશાલ ગઢિયાના મકાનમાં) પાસેથી લીધી હોવાનું જણાવતા પોલીસે નિકુંજ અમરસિંહ ભાલોડીયાની ધરપકડ કરી ચલણી ડુપ્લીકેટ નોટો બનાવવા વપરાતા સ્કેનર અને પ્રિન્ટર મશીન તેમજ કોમ્પ્યુટર અને મોબાઈલ ફોન કબ્જે કર્યા ત્રણે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

Advertisement

INBOX :-નિકુંજ ભાલોડીયા ડુપ્લીકેટ ચલણી નોટો કઈ રીતે બનાવતો હતો વાંચો
પ્રાપ્ત માહિતી અનુસાર, નિકુંજ ભાલોડીયા ભારતીય ચલણી નોટો જુદા જુદા દરની નોટો સ્કેનરમાં સ્કેન કરી જે.પી.જી ફાઈલ બનાવી ફોટો શોપમાં એડિટિંગ કરી અસલ નોટ જેવી ડુપ્લીકેટ નોટ કોમ્પ્યુટર સિસ્ટમમાં સેટ કરી કલર પ્રિન્ટરમાં પ્રિન્ટ કાઢી બનાવટી ચલણી નોટ છાપવાનું ઘરે કારખાનું ચલાવતો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!