મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં શિક્ષણની સાથે સ્પોર્ટ્સ ક્રાંતિ થઇ રહી હોય તેમ હોકી, ટેબલ ટેનિસ, ક્રિકેટ સહીત અન્ય રમતમાં ખેલાડીઓ કાઠું કાઢી રહ્યા છે મોડાસા શહેરના અરમાન શેખ અને જન્મેજય પટેલનો રાજ્યકક્ષાની ટીમમાં પસંદગી થતા રમશે અરવલ્લી જીતશે અરવલ્લીનું સૂત્ર સાર્થક ઠેરવ્યું છે મોડાસા શહેરના બે ખેલાડીનું રાજ્યની ટીમમાં સમાવેશ થતા ટેબલ ટેનિસ સહીત અન્ય રમત રમતા ખેલાડીઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે
ગુજરાત રાજ્ય સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા સાપુતારામાં બે દિવસીય સ્કૂલ ગેમ્સ અંડર-19 ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં વિસ થી વધુ જીલ્લાના ખેલાડીઓએ ભાગ લીધો હતો બે દિવસીય ટેબલ ટેનિસ સ્પર્ધામાં ગુજરાતના શ્રેષ્ઠ ખેલાડી અરમાન શેખ અને જન્મેજય પટેલના ઉત્કૃષ્ઠ દેખાવના પગલે રાજ્યકક્ષાની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે ભોપલ ખાતે 10 જૂન થી 13 જૂન દરમિયાન યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં રાજ્યનું પ્રતિનિધત્વ કરી શહેરનું નામ સમગ્ર દેશમાં ગુંજતું કર્યું છે બંને ખેલાડીઓને રમત ગમત વિકાસ અધિકારી મજહર સુથાર અને જીલ્લા ટેબલ ટેનિસ એસોસિએશન ના પ્રમુખ ઋજુલ પટેલ સહીત રમત-ગમત ક્ષેત્રે સંકળાયેલ લોકોએ શુભેચ્છા પાઠવી હતી