અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના ચાંદ ટેકરી અને રાણાસૈયદ વિસ્તારમાં ગેરકાયદેસર કતલખાના ધમધમી રહ્યા હોવાની વારંવાર બુમો ઉઠી રહી છે.ત્યારે ટીંટોઇ પોલીસે જીવણપુર ચોકડી નજીકથી પસાર થતા પીકપડાલમાંથી ત્રણ ભેંસો કતલખાને લઈ જવાત ભેંસો સાથે એક શખ્સની અટકાયત કરી રૂ.3.30 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
ટીંટોઇ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કોમલ રાઠોડ અને તેમની ટીમે ટીંટોઇ વિસ્તારના જીવણપુર ચોકડી નજીક વાહનોનું સઘન ચેકીંગ અને પેટ્રોલીંગ હાથધર્યું હતું.ત્યારે જીવણપુર ચોકડી નજીકથી પસાર થતા પીકપડાલાને અટકાવી ગાડી નંબર જી.જે.31.ટી.૨૫૧૦ ની તલાશી લેતા કતલખાને લઈ જવાતા ભેંસો નંગ-૩ મોઢાના ભાગે રસ્સી વડે મરણતોલ હાલતમાં ખીચોખીચ બાંધી અંદર ગાસચારો કે પાણીની સુવિધા નહિ રાખી કતલખાને લઈ જવાતી ભેંસો સાથે ગાડી ચાલક સલમાન યુસુફભાઈ મુલતાની ઉંમર 32 રહે.મકાન નંબર-125 રાણાસૈયદ મોડાસા,ઝડપી પાડી ટીંટોઇ પોલીસે ત્રણ નંગ ભેંસો કિંમત રૂ.૩૦ હજાર અને પીકપડાલાની કિંમત રૂ.૩.લાખ મળી કુલ રૂ.૩.૩૦લાખનો મુદ્દામાલ જપ્ત કરી બચાવી લીધેલ ભેંસોને પાંજરાપોળ મોકલી આપવા તજવીજ હાથધરી હતી