38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી: મેઘરજના બી.ટી છાપરા ગામે પુત્રએ પિતાને ચપ્પા નો ઘા માર્યો ઘાયલ...

અરવલ્લી: મેઘરજના બી.ટી છાપરા ગામે પુત્રએ પિતાને ચપ્પા નો ઘા માર્યો ઘાયલ પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ

0
194

મેઘરજના બી.ટી છાપરા ગામે વ્રુધ્ધ પિતા ઉપર પોતાનાજ પુત્રએ હુમલો કરી ચપ્પુ મારી દેતાં વ્રુધ્ધ પિતાને ગંભીર ઇજાઓ પહોચી હતી જે ઘટનામાં પિતાએ પુત્ર વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોધાવીછે

મેઘરજના બી.ટી છાપરા ગામે ૬૦ વર્ષીય કાન્તિ અમરા નિનામા સોમવાર સવારે ઘરે હાજર હતા તે વખતે મોટો દિકરો રાહુલ ઘરે આવી કાન્તિભાઇને કહેતો હતો કે આ ઘર મારૂછે તમો બધા ઘર ખાલી કરી જતા રહો અને ઘર છોડીને નહી જાવ તો તમને જીવતા નહી છોડુ તેમ કહી નઠારી ગાળો બોલવા લાગ્યો હતો જેથી કાન્તિભાઇ એ ગાળો બોલવાની ના પાડતાં રાહુલ એકદમ ઉશ્કેરાઇ જઇ કાન્તિભાઇને ચપ્પાના ઘા મારતાં કાન્તિભાઇને ગંભીર ઇજાઓ પહોચતાં ૧૦૮ દ્વારા મોડાસા ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા જે ઘટનામાં કાન્તિ નિનામા એ પોતાનાજ પુત્ર રાહુલ કાન્તિ નિનામા રહે.બી.ટી છાપરા તા.મેઘરજ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોધાવીછે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!