પંચમહાલ જિલ્લાના ગોધરા અને હાલોલ શહેરમાં અનેક હાર્દ સમા વિસ્તારો તેમજ કેટલાક રોજ રસ્તા નજીક આવેલી દુકાનોની હારમાળાવાળા નજીક આવેલા ભરચક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ગેસના બોટલમાંથી ગેસ રિફિલિંગ કરવાનો કાળો કારોબાર ધમધોકાર રીતે ચાલી રહ્યાની ચોક્કસ બાતમી એસઓજી શાખાના પીઆઇ આર.એ પટેલને મળતા એસઓજીની ટીમ ગોધરા અને હાલોલ શહેરમાંથી ત્રણ જેટલા આરોપીઓને ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરનાર ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પંચમહાલ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરતાં ત્રણ જેટલા આરોપીઓની ₹1,39,500 ના મુદ્દામાલ સાથે એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પંચમહાલ જિલ્લામાં પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરતા ઇસમોને શોધી કાઢી તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સુચના એસઓજી શાખાના પીઆઇ આર.એ.પટેલને આપી હતી. જેથી એસઓજી શાખાના પી.એસ.આઇ.કે એમ રાઠોડ સહિત એસઓજી ટીમે અલગ અલગ જગ્યાએ ટીમો બનાવી હતી. જેમાં ગોધરા ટાઉન તથા હાલોલ ટાઉન વિસ્તારમાં આવેલી જગ્યાએ બાતમી મુજબ ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અને હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાંથી બે મળી કુલ ત્રણ ઈસમો ને રિફિલિંગ કરતા આરોપીની1.ભાવિન કિશોરભાઈ નાથાણી રહે ગોધરા, સમીર સલીમભાઈ મન્સૂરી રહે, કાલોલ,અજીત કુમાર વીરા બહાદુર કુશવાહા રહે. જયશ્રી કોલોની હાલોલ.સાથે ગેસના બોટલ નંગ 66 તથા ગેસ રીફિલીંગ કરવાની પાઇપ નંગ-4 તથા ઇલેક્ટ્રીક વજન કાંટા નંગ -05 તથા ઇલેક્ટ્રીક મોટર નંગ 1 મળીને કુલ 1,39,500 ના મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.