અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે દેશી-વિદેશી દારૂના વેપલા અને હેરાફેરીને અટકાવવા શખ્ત કાર્યવાહીના આદેશના પગલે પોલીસતંત્ર દોડાદોડી કરી રહ્યું છે મોડાસા રૂરલ પોલીસ સાયરા નજીક હાઈસ્પીડ પલ્સર બાઈક પર થેલામાં ભરેલો 25 હજારથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડી ફરાર બાઈક ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
મોડાસા રૂરલ પીએસઆઇ બી.એસ.ચૌહાણની સુચનના પગલે રૂરલ પોલીસ સ્ટાફે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકીંગ હાથધરતા પલ્સર બાઈક પર થેલા લટકાવી વિદેશી દારૂ ભરી બુટલેગર દધાલિયા થી સાયરા તરફ પસાર થવાનો હોવાની બાતમી મળતા પોલીસ સતર્ક બની સાયરા નજીક નાકાબંધી કરતા બુટલેગર રોડ પર પલ્સર બાઈક મૂકી ફરાર થઈ ગયો હતો પોલીસે પલ્સર બાઇક પર લટકાવેલ થેલાની તલાસી લેતા થેલામાંથી વિદેશી દારૂના ક્વાંટરીયા અને બિયર ટીન નંગ-145 કીં.રૂ.25750/- અને બાઈક મળી રૂ.105750/- નો જથ્થો જપ્ત કરી ફરર બાઈક ચાલક બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા