ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. તેની સાથે જ ઉત્તરી મધ્યપ્રદેશમાં ટ્રફ સર્જાતા હવામાન વિભાગે હળવા પવન સાથે ઉત્તર ગુજરાતમાં ધીમાથી ભારે વરસાદની આગાહી કરી છે અરવલ્લી જીલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવતા આકાશે વાદળો છવાયા છે બાયડ પંથકમાં વરસાદી ઝાપટું પડતા લોકોએ અસહ્ય ગરમીથી આંશિક રાહત અનુભવી હતી
અરવલ્લી જીલ્લાના વાતાવરણમાં છેલ્લા બે દિવસથી આકાશે વાદળો ગોરંભાતાં વરસાદી માહોલ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે રવિવારે બપોરે ધીમી ગતિએ પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો માટે મુશ્કેલી સર્જાઈ હતી બાયડ પંથકમાં વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી સાંજના સુમારે વીજળીના ઝબકારા સાથે મેઘગર્જના થતા પ્રજાજનો મેઘરાજાની શાહી સવારીની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થતા અસહ્ય ગરમી થી ઝડપથી છુટકારો મળશે તેવી આશા પ્રબળ બની છે