શામળાજીના ગ્રામજનો અને અગ્રણીઓએ ધારાસભ્ય પી.સી.બરંડાને સરકારી દવાખાન નજીક તૂટેલ બ્રિજનું નવીની કરણ કરવામાં રજુઆત
Advertisement
ઓલ ઈન્ડિયા મૂવમેન્ટ ફોર સેવા સંચાલિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર,શામળાજીની સલાહકાર સમિતિની આરોગ્ય અને સ્થાનિક પ્રશ્નો તેમજ નજીક પસાર થતી મેશ્વો નદી પર તૂટી ચૂકેલા બિસ્માર હાલતમાં રહેલા પુલ નિર્માણ માટે અગત્યની બેઠક યોજાઈ હતી
અરવલ્લી જિલ્લામાં ભગવાન શામળિયાના ધામમાં એક શામળાજી ગામ કે જે સબળ રીતે તાલુકા મથકનું હકદાર છે તેવા શામળાજીનો ધાર્મિક, શૈક્ષણિક અને મેડિકલ ક્ષેત્રે દિન પ્રતિદિન વિકાસ થઈ રહ્યો છે ત્યારે
ઓલ ઈન્ડિયા મૂવમેન્ટ ફોર સેવા સંચાલિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર, શામળાજીની સલાહકાર સમિતિની બેઠક શામળાજી હોસ્પિટલના પ્રશાસક કપિલ વ્યાસના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં ધારાસભ્ય પી.સી.બરંડા સહીત શામળાજી પંથકના રાજકીય અગ્રણીઓ, શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલ તજજ્ઞો, જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આરોગ્ય અને સ્થાનિક પ્રશ્ર્નો તેમજ ખાસ બિસ્માર હાલતના પુલ અંગે ચર્ચાવિચારણા હાથ ધરી હતી.
શામળાજી નેશનલ હાઈવે નં ૮ પર આવેલ રાજસ્થાન અને ગુજરાતને જોડતું અગત્યનું મથક છે જેમા આરોગ્યની સેવાઓ નિશુલ્ક પૂરી પાડવામાં આવે છે જેમાં વિવિઘ રોગના નિષ્ણાત ડોકટરો ઉપસ્થિત રહી તમામ રોગોનું નિદાન અને ઓપરેશન કરે છે જે સમગ્ર આદિવાસી વિસ્તાર માટે ગર્વ અનુભવવા જેવી બાબત છે એવી જ રીતે શામળાજી શિક્ષણ નું એક ધામ તરીકે પણ છેલ્લા બે દાયકાથી ઉભરી આવ્યું છે જેમા જુનિયર કેજી થી લઈ માસ્ટર ડિગ્રી સુધીની વિવિઘ શાખાઓમાં વિધાર્થી શિક્ષણ પ્રાપ્ત કરે છે જેમાં આર્ટ્સ, બી.એડ્, એમ એસ ડબલ્યુ, નર્સિંગ ( જી.એન.એમ., બીએસસી ), ઍસ આઈ, આઇ.ટી.આઇ વગેરેના અભ્યાસ ક્રમનો સમાવેશ થાય છે આ બંને સ્થળોએ પહોંચવા માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર પરનો પુલ બિસ્માર હાલતમાં છે જેની વર્ષોથી નવીન પુલ બનાવવાની માંગણી સરકારી તંત્ર સામે મૂકી છે પણ આજદિન સુધીએ પુલ યથાવત જ છે હવે આગામી ચોમાસા પહેલાં આ પુલનું કામ સંપન્ન નહિ થાય તો હજારોની સંખ્યામા અભ્યાસ કરી રહેલાં છોકરા છોકરીઓ અને રાજસ્થાન અને ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાંથી આવતાં દર્દીઓ માટે પણ ગંભીર સમસ્યા ઊભી થઈ શકે છે તેમ છે તો આ સમસ્યાનું તાત્કાલિક અસરથી નિવારણ એટલે કે સમારકામ નહિ પણ નવીન પુલ નિર્મિત થાય તેવી તમામ સભ્યોની માગણી છે જેને ધ્યાને લઈ સત્વરે પુલનું નિર્માણ થાય તેવી લોકલાગણી ઊઠવા પામી છે માન ધારાસભ્ય શ્રી પી સી બરંડાએ આ દિશામાં ચોક્કસ ન્યાય મળશે તેવી લાગણી વ્યક્ત કરી છે. શામળાજીના સરપંચ અને આગેવાન સૌ આ દિશામાં આગળ વધી લોકલાગણીને વર્ષોથી થઈ રહેલા અન્યાયને સત્વરે ન્યાય મળે તે દિશામાં આગળ વધવા અને સદર કામગીરી ચોમાસા પૂર્વે પુર્ણ કરવાની આશા સેવી રહ્યા છે