અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદે તારાજી સર્જી છે… ખાસ કરીને ખેડૂતોને મોટાપાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, તો શહેરી વિસ્તારોમાં હોર્ડિંગ્સ ધરાશાયી થવાની ઘટનાઓ ઘટી છે.
અરવલ્લી જિલ્લામાં રવિવારની મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની અસર રવિવારના દિવસે મોડી રાત્રે 11 વાગ્યાના અરસામાં જોવા મળી હતી.. જિલ્લા ના અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો. ભારે પવન ફૂંકાયા બાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં માવઠું થયું હતું. માવઠું થવાને કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.. જિલ્લાના મોડાસા, મેઘરજ, ભિલોડા સહિતના વિવિધ વિસ્તારોમાં માવઠાને કારણે ખેડૂતોનો પાક બગડવાની શક્યતાઓ સેવાઈ રહી છે, તો ખેતરમાં બનાવવામાં આવેલા પશુપાલકોના તબેલા ના શેડ પણ ઉડી ગયા હતા. મેઘરજ તાલુકાના પંચાલ સહિતના વિસ્તારોમાં ખેતરમાં આવેલા આંબા પરની કેરીઓ ખરી પડી હતી, જેને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે.
મેઘરજ નગરના વિવિધ વિસ્તારોમાં હોડિંગ ધરાશાયી થયા હતા. મેઘરજ તાલુકામાં મોડી રાત્રે વાવાઝોડાને કારણે નગરના અલગ અલગ વિસ્તારોમાં હોડિંગ્સ પડી ગયા હતા, સદભાગ્ય મોટી દુર્ઘટના કરી હતી. તો મેઘરજ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરમાં બનાવવામાં આવેલા મકાનના નળિયા તેમજ ઘરવખરીને પણ નુકસાન થયાના સમાચાર મળી રહ્યા છે અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રવિવારના દિવસે મોડી રાત્રે વાવાઝોડું ફૂંકાયું હતું જેની અસર વિવિધ વિસ્તારોમાં જોવા મળી હતી અને મોટાભાગે ખેડૂતોને નુકસાની વેચવાનો વારો આવ્યો છે ચાલુ વર્ષે વરસાદને કારણે ખેડૂતોના ઘઉં સહિતના અલગ અલગ પાકોને પહેલાં નુકસાન પણ વેઠવાનો વારો આવ્યો હતો તો ઉનાળુ પાક પણ હવે માવઠાએ ખરાબ કર્યો હોય તેવું સ્પષ્ટ લાગે છે…
Advertisement