અસહ્ય ગરમીથી રાહત મેળવવા માલેતુજાર પરિવારો વોટરપાર્કમાં મોજ-મસ્તી કરી રાહત મેળવતા હોય છે બીજીબાજુ ગરીબ લોકો ગરમી થી રાહત મેળવવા ગામમાં આવેલ તળાવ અને ગામ નજીક પસાર થતી નદીમાં અને ચેકડેમમાં નાહવાનો લુફ્ત ઉઠાવતા હોય છે અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના દાવલી ગામનો એક યુવક તેના પરિવાર સાથે મહાદેવ ગ્રામ (બાકરોલ) નજીક પસાર થતી મેશ્વો નદીમાં નાહવા જતા નદીના પાણીમાં પુત્ર ડૂબતા પુત્રને બચાવવા પિતા ડૂબી જતા મોત નિપજતા ભારે ચકચાર મચી છે મેશ્વો નદીમાં યુવક ડૂબી જતા આજુબાજુથી લોકો અને પોલીસ દોડી આવ્યા હતા મૃતકની લાશને બહાર કાઢી પીએમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર,દાવલી ગામનો વિનોદભાઈ મગનભાઈ બારોટ નામનો યુવક તેના પરિવાર સાથે મહાદેવપુરા ગ્રામ (બાકરોલ) નજીક પસાર થતી નદીમાં નાહવા ગયો હતો નદીમાં નાહવા દરમિયાન વિનોદભાઈનો પુત્ર નદીમાં ગરકાવ થતા બચાવો….બચાવોની બૂમો પાડતા નજીકમાં નાહતા વિનોદ ભાઈ બારોટ નદીના પાણીમાં ફસાયેલ દીકરાને જાનની બાજી લગાવી બહાર કાઢી લેતા પુત્રનો આબાદ બચાવ થયો હતો જો કે પુત્રને બચાવનાર પિતા પાણીમાં ગરકાવ થતા ડૂબી જતા મોત નિપજતા ભારે ચકચાર મચી હતી પિતાને આંખો સામે પુત્રએ ડૂબતા જોતા રોકોક્કળ અને બુમાબુમ કરતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતકની લાશને બહાર કાઢી પીએમ માટે દવાખાને મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
દાવલી ગામનો વિનોદ મગનભાઈ બારોટ નામનો આશાસ્પદ યુવક નદીમાં ગરકાવ થયેલ પુત્રને બચાવવા જીવ સટોસટની બાજી લગાવી પુત્રને બચાવી જાતે ડૂબી જતા સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ હતી