સાબરકાંઠા-અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા તાલુકામાં ઉનાળાની અસહ્ય કાળઝાળ ગરમીનો પ્રકોપ દિન-પ્રતિ-દિન વધતા જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે.અબાલ,વૃધ્ધ સૌ-કોઈ અસહ્ય દેહ દઝાડતી ગરમીથી તોબા-તોબા પોકારી ઉઠયા છે.અબોલા પશુ-પક્ષીઓની દયનિય હાલત સર્જાઈ છે.
સેવાભાવી કર્મઠ કાર્યકર અને રામઅવતારજી શર્મા,દાતા પરીવાર,ભિલોડા છાશ વિતરણ કર્યું હતું.મનરેગા યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં કામકાજ કરતા ગ્રામીણ વિસ્તારમાં વાંકાનેર,ભટેળા ગામમાં શ્રમિકોને છાશ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
વાંકાનેર ગ્રામ પંચાયત સરપંચ વિનોદભાઈ બરંડા,ભિલોડા જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન , પ્રમુખ જીત ત્રિવેદી,ઉપ પ્રમુખ રામઅવતાર શર્મા,મંત્રી જશુભાઈ પંડયા,ખજાનચી હર્ષદભાઈ સોની,કારોબારી સભ્યો સાગરભાઈ જોષી,સંજયભાઈ પંચાલ સહિત સામાજીક આગેવાનો,હોદ્દેદારો,કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.શ્રમજીવી શ્રમિકોના પરિવારોમાં આનંદની લાગણી પ્રસરી હતી.