અરવલ્લી જીલ્લામાં વાહનચાલકો ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરી બેફામ ગતિએ વાહન હંકારી નિર્દોષ વાહનચાલકો અને રાહદારીઓનો ભોગ લઇ રહ્યા છે મેઘરજના ઈન્દીરાનગર વિસ્તારમાં પસાર થતા વૃદ્ધને બાઈક ચાલકે અડફેટે લેતા વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અકસ્માત સર્જી બાઈક ચાલક સ્થળ પર બાઈક મૂકી ફરાર થતા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે
મેઘરજ નગરમાં રહેતા રમજુભાઈ મેઘરજીયા કામકાજ અર્થે ચાલતા નીકળ્યા હતા ઇન્દિરા નગર નજીક પસાર થતા બેફામ ગતિએ પુરઝડપે હંકારી અજાણ્યા બાઈક ચાલકે રમજુભાઈને ધડાકાભેર ટક્કર મારતા વૃદ્ધ રોડ પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા લોકોએ સારવાર અર્થે દવાખાને ખસેડતા સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નિપજતા સમગ્ર નગરમાં ભારે શોકની લાગણી છવાઈ હતી બાઈક ચાલક અકસ્માત સર્જી બાઈક ઘટનાસ્થળે મૂકી રફુચક્કર થઇ ગયો હતો