ગોધરા
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગોધરા શાખા તથા ગોધરા નગર ની સેવાભાવિ સંસ્થાઓ દ્વારા ગાયત્રી શકિતપીઠ ગોધરા થી વ્યસન મુક્તિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.વ્યસન મુક્તિ યાત્રા માં વ્યસનોની શબયાત્રા લોકો નું આકર્ષણ નું કેન્દ્ર બની હતી.વ્યસન મુક્તિ યાત્રા દાઉદી વ્હોરા સમાજ ની બેન્ડ પણ લોકો નું આકર્ષણ કેન્દ્ર બની, વ્યસન મુક્તિ ના ગીતો ગાતા ગાતા સૂત્રો પોકારતા પોકારતા ગોધરા શહેરના વિવિધ એરીયા દંતાણી વાસ, બાવરી વાસ, વાગડીયા વાસ માંથી યાત્રા બની હતી. યાત્રા માં વચ્ચે વચ્ચે ઘણા મહાનુભાવો જોડાતા હતા ઘણા યુવાનો એ વ્યસન બંધ કરવા નું આશ્વાસન આપ્યું. યાત્રા પોતાના નિશ્ચિત રૂટ પરથી પસાર થતા શબ યાત્રા જોઈ ને જનતાને કુતૂહલ લાગ્યુ વ્યસન મુક્તિ યાત્રા નિર્ધારિત માર્ગ પર પસાર થઈ ને પોતાના ગંતવ્ય સ્થાન બાવા ની મઢી પાસે વ્યસન ના રાક્ષસ ના પૂતળાં નું દહન કરવા માં આવ્યું હતું