અરવલ્લી જીલ્લામાં સતત બીજા દિવસે ભારે પવન ફૂંકાતા વ્યાપક નુકસાન, ભિલોડા પંથકમાં વરસાદ થી ખેતી પાકને નુકસાન
Advertisement
અરવલ્લી જીલ્લાને સતત બીજા દિવસે વાવાઝોડાએ ઘમરોળ્યો હતો સવારે વાતાવરણમાં ધીરે ધીરે પલ્ટો આવવાની સાથે બપોરના સુમારે ભારે પવન ફૂંકાતા જીલ્લામાં થોડો સમય ડરનો માહોલ પેદા થયો હતો મીની વાવાઝોડા થી અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થવાની સાથે અનેક કાચા પાકા મકાનો પર રહેલી પતરાની છત ઉડી જતા અને રોડ પર રહેલા લારી-ગલ્લાઓનો કડૂચાલો બની ગયો હતો કાચા મકાનના પતરાં ઉડી જતા પરિવારોની હાલત કફોડી બની હતી સતત બીજા દિવસ અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ રહેતા લોકો અસહ્ય ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા
મેઘરજ તાલુકાના પહાડીયા ગામે ઘર પાછળ બનાવેલ તબેલાનું પતરું ઉડી ઘર બહાર રમતા શિવમ ગોપાલભાઈ રાવળ નામના બાળકને માથામાં વાગતા બાળકને માથાના ભાગે ઉંડો ઘા પડી જતા લોહી લુહાણ હાલતમાં તાબડતોડ સારવાર અર્થે દવાખાને ખસેડી દીધો હતો બાયડ તાલુકાના ડેમાઈ પંથકમાં ભારે પવનથી દુકાનની છતનું પતરા સાથે માલસામાન પણ ફંગોળાઈ જતા દુકાન માલિક અને પરિવારજનોએ માલસામાન એકત્ર કર્યો હતો મોડાસા તાલુકાના નવા ગામમાં મગન પ્રજાપતિના મકાનની છત ઉડી જતા મકાન માલિક પર આભ તૂટી પડ્યું હતું ભિલોડા પંથકમાં સતત બીજા દિવસે ભારે પવન સાથે વરસાદ ખાબકતા ખેતીને નુકસાન જતા ખેડૂતોમાં ચિંતાની લકીરો તણાઈ છે વરસાદના પગલે શીત લહેર પ્રસરતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો
હવામાન વિભાગે અરવલ્લી જીલ્લા સહીત ઉત્તર ગુજરાતમાં બે દિવસ હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરી છે ત્યારે સતત બીજા દિવસે ભારે પવન ફૂંકાતા લોકોને પારવાર મુશ્કેલીમાં મુકાયા છે રાજેન્દ્ર નગર વિસ્તાર તરફથી શરૂ થયેલું વાવાઝોડું ગણતરીની મિનિટ્સમાં જીલ્લાને ઘમરોળી નાખ્યો હતો ઠેર ઠેર વૃક્ષ અને વીજપોલ ધરાશાયી થતા વાહનવ્યવહારને અસર પહોંચી હતી અને વીજળી ડૂલ રહેતા લોકો ગરમી અને બફારાથી તોબા પોકારી ઉઠ્યા હતા
ઉલ્લેખનિય છે કે, જિલ્લાભરમાં સતત બીજા દિવસે વાવાઝોડા સાથે કમોસમી વરસાદના પગલે વીજળી ડૂલ થઈ હતી.યુજીવીસીએલની પ્રિ-મોન્સૂન કામગીરીની માત્ર કાગળ ઉપર જ હોવાનો લોકોએ રોષ ઠાલવ્યો હતો.તો બીજી તરફ વૃક્ષો ધરાશાયી, પતરા-નળિયા, હોર્ડિંગ્સ, બોર્ડ-બેનરો ઉડયાંની ઘટનાઓ પણ બની હતી. વાવાઝોડાના કારણે લોકો ભયભીત પણ થયા હતા