હિંદી પંચાગ અનુસાર જેઠ મહિનામાં શુક્લ પક્ષની નવમીને મહેશ નવમી તરીકે ઉજવવામા આવે છે.ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે મોડાસા શહેરમાં મહેશ નિમિત્તે શહેરના માર્ગો પર ડી.જે.ના તાલે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં શહેરમાં વસવાટ કરતા મહેશ્વરી સમાજના લોકો જોડાયા હતા
મોડાસા શહેરમાં મહેશ્વરી સમાજ દ્વારા મહેશ નવમી નિમિત્તે સોમનાથ મહાદે મંદિરથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો શહેરના માર્ગ પરથી સાંઈ મંદિર સુધી શોભાયાત્રા યોજાઈ હતી અને સાંઈ મંદિર પરિસરમાં ભગવાન મહેશની આરતી ઉતારી હતી મોડાસા શહેરમાં મહેશ નવમીની ઉજવણીમાં અબાલ, વૃદ્ધ સૌ કોઈ ભક્તિના રંગે રંગાયા હતા ડી જે ના તાલે યુવા વર્ગ મહિલાઓ ઝૂમી ઉઠી હતી આ શોભયાત્રામાં મોટી સંખ્યામાં મહેશ્વરી સમાજ સહીત સમાજના અગ્રણીઓ જોડાયા હતા